સહાય પેકેજ: 33 ટકાથી વધારે પાકને નુક્સાન થયું હોય તો જ સહાય, નિયમોની આંટીઘૂંટીમાં અડધા રહી જશે

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાનો અને કચ્છ અને અમરેલીના 9-9 તાલુકાના સમાવેશ પેકેજમાં કરાયો છે. આ સાથે આ પેકેજમાં તાપી, સુરત, જામનગર, અમદાવાદ જિલ્લાના બે બે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સહાય પેકેજ: 33 ટકાથી વધારે પાકને નુક્સાન થયું હોય તો જ સહાય, નિયમોની આંટીઘૂંટીમાં અડધા રહી જશે

ઝી બ્યુરો/રાજકોટ: કમોસમી માવઠાના પેકેજનો સરકારે ઠરાવ કર્યો છે. વળતર માટે ખેડૂતોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. તાલુકા વિકાસ અધિકારીને સંબોધી ખેડૂતોએ અરજી કરવાની રહેશે. વન અધિકારી પત્રની સનદ ઘરાવતા ખેડૂતોને પણ માવઠાના પેકેજનો લાભ મળશે. 13 જીલ્લાના 48 તાલુકાઓના નામો પણ સરકારે જાહેર કર્યા છે. 

રાજકોટ જિલ્લાના માત્ર જસદણ તાલુકાનો પેકેજમાં સમાવેશ થયો છે. તો જુનાગઢમા વિસાવદર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાનો અને કચ્છ અને અમરેલીના 9-9 તાલુકાના સમાવેશ પેકેજમાં કરાયો છે. આ સાથે આ પેકેજમાં તાપી, સુરત, જામનગર, અમદાવાદ જિલ્લાના બે બે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કમોસમી માવઠાના પેકેજનો સરકારે ઠરાવ કર્યો છે. જેની ખેડૂતોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. તાલુકા વિકાસ અધિકારીને સંબોધી ખેડૂતોએ અરજી કરવાની રહેશે. વન અધિકારી પત્રની સનદ ઘરાવતા ખેડૂતોને પણ લાભ મળશે. 13 જિલ્લાના 48 તાલુકાઓના નામો પણ સરકારે જાહેર કર્યા છે. આ સિવાય રાજકોટ જિલ્લામાં માત્ર જસદણ તાલુકાનો પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જુનાગઢમા વિસાવદર, બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા, કચ્છ અને અમરેલીના 9-9 તાલુકા, તાપી, સુરત, જામનગર, અમદાવાદ જીલ્લામા બે બે તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ભર ઉનાળા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તૈયાર પાક પર માવઠું થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે..જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, વાપી, અમરેલી સહિત રાજ્યભરમાં માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. કેરી, મગફળી, બાજરી, પપૈયા, જુવાર, મગ, ઘાસચારા સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે.

ચૈત્ર અને વૈશાખ માસમાં થયેલા માવઠાથી થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતો માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે શિયાળામાં થયેલા માવઠાથી નુકસાન અંગે સરકારે સહાયની જાહેરાત કરી છે. પરંતુ ભરઉનાળે માવઠાથી થયેલા નુકસાન અંગે ક્યારે સર્વે કરી વળતર ચૂકવાશે તેવો ખેડૂતો સવાલ કરી રહ્યા છે.

પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી-કૃષિમંત્રીને પત્ર લખ્યો
પાક નુકશાની સહાય બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી-કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે 42,210 હેકટરમાં નુકસાન છે તો આ કયા કયા ગામના કયા ક્યા ખેડૂતોને નુકશાન છે. 13 જિલ્લાના 48 તાલુકાના કયા કયા ખેડૂતોએ અરજી કરવાની અને કયા કયા ખેડૂતોએ અરજી નહિ કરવાની, શું 48 તાલુકાના તમામ ગામોના તમામ ખેડૂતોએ અરજી કરવાની કે નહીં, 48 તાલુકાના અરજી કરનાર તમામ ખેડૂતોને સહાય મળવાની છે કે નહીં, જો તમામ ખેડૂતોને સહાય મળવાની ન હોય તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે, પાક નુકશાની સહાય અધૂરી-અપૂરતી તો છે જ સાથે સાથે ઠરાવમાં લખેલી વિગતો પણ અસ્પષ્ટ, અધૂરી અને અપૂરતી હોવાની વાત કરી છે.

આ સિવાય સરકારે કરેલી જાહેરાત અને ઠરાવમાં સ્પષ્ટતા કરવા કિસાન કોંગ્રેસે માંગ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, કેટલાયે ગામોમાં સર્વે જ કરવામાં નથી આવ્યો તેવા ગામોને સહાય કેવી રીતે મળશે?, ગીર સોમનાથ, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી દ્વારકા સહિત જ્યાં સૌથી વધારે નુકશાન તેનો સમાવેશ શા માટે નહીં, સર્વે કરવા માટે આધાર કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવાયા, શુ તાલુકા મથકે વરસાદ નોંધાય એને જ સરકાર કમોસમી વરસાદ ગણે છે, તાલુકા મથક સિવાય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડે તેને કમોસમી વરસાદ ન કહેવાય, સરકાર પાસે ગામ સર્વે નંબર ખેડૂતનું નામ, નુકશાની ટકાવારી બધી જ માહિતી છે તો અરજીઓ શા માટે કરાવવામાં આવે છે તેવા અનેક સવાલો પત્રમાં પુછવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news