ગુજરાત સરકાર દ્વારા અપાયેલ રાહત પેકેજ અભુતપૂર્વ છે, કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યું છે: પ્રદીપસિંહ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ખુબ જ વિનાશ વેર્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા સર્વે કરીને રાહતની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે આ રાહત પેકેજ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આને લોલિપોપ ગણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કિસાન સંધો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. 
ગુજરાત સરકાર દ્વારા અપાયેલ રાહત પેકેજ અભુતપૂર્વ છે, કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યું છે: પ્રદીપસિંહ

ગાંધીનગર : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ખુબ જ વિનાશ વેર્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા સર્વે કરીને રાહતની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે આ રાહત પેકેજ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા આને લોલિપોપ ગણાવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કિસાન સંધો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. 

વાવાઝોડુ આવતાની સાથે જ મુખ્યમંત્રીએ ખુબ જ સક્રિય કામગીરી રી હતી. સમગ્ર તંત્રને કામે લગાડીને શક્ય તેટલું જાનમાલનું નુકસાન થાય તેવા પ્રયાસો કર્યા હતા. રાજ્યનાં 14 જિલ્લામાં સિનિયર 14 અધિકારીઓ કામે લગાડ્યાં હતા. સ્થાનિક લોકોની જરૂરિયાત અનુસાર પગલા ભર્યા. લોકોની જાનહાની અટકાવવામાં મુખ્યમંત્રી સફળ રહ્યા છે. ઓક્સિજન સપ્લાય, વીજ પાવર હોસ્પિટલને પુરૂ પાડવામાં પણ સફળ રહ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું છે. મુખ્યમંત્રી દ્વારા સમગ્ર વહીવટી તંત્રને યુદ્ધનાં ધોરણે કામે લગાડી દેવામાં આવ્યું હતું. કેશડોલ, ઘરવખરીની સહાય આપવા માટે વહીવટી તંત્રને કામે લગાડાયું હતું. વાવાઝોડાના કારણે નુકસાન પામેલા ખેડૂોત માટે સંપુર્ણ સંવેદના સાથે અભૂતપૂર્વ 500 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. 

ગુજરાતમાં ખેડૂતોએ રાહત પેકેજને આવકાર્યું છે. કોંગ્રેસનાં લોકો લોલીપોપ જેવા શબ્દો વાપરી પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે. પ્રજાએ કોંગ્રેસ તાલુકા જિલ્લાઓ ફેંકી દીધા છતા તેઓ આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. કોંગ્રેસ રાજકીય નિવેદનો કરીને પોતાનું બાલિશ વર્તન બંધ કરી રહ્યા છે. 

17મી18 મી 220 કિલોમીટરની સ્પીડે વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે 24 કલાક મુખ્યમંત્રીએ કામે લગાડ્યા હતા. તેમણે આ પેકેજ જાહેર કર્યું છે તે 3,45,000  કોને ખાલી સમયમર્યાદાની અસર પહોંચાડી છે. ઘર વખરી માટે 46 કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે. 200 કરોડ મકાન સહાય માટે આપવામાં આવ્યા છે. 

146 કરોડ રૂપિયા સંપુર્ણ મકાન નાશ પામ્યું હોય તેવા લોકોને અપાયા છે. ઝુંપડાવાસીઓને સાત કરોડની સહાય ચુકવી છે. કોંગ્રેસમાં શાસનમાં ક્યારે ન આવી હોય તેટલી સહાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચુકવી છે. ભુતકાળમાં કોઇ સરકારે આ પ્રકરણની સહાય કરી નથી. કોંગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં નારિયેળીના 250 રૂપિયા આપ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે એચડી માત્ર 50 હજાર રૂપિયા આપ્યા હતા. 

મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર કરતા ગુજરાત સરકારે વધારે સહાય આપી હોવાનો ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહે દાવો કર્યો હતો. કોંગ્રેસ લોકોની વેદવા જાણવા માટે ક્યાંય પણ પહોંચી નથી. માત્ર શાબ્દિક પ્રહારો કરે છે. કોંગ્રેસે વાપરેલા શબ્દો અયોગ્ય છે. ગુજરાતમાં ભુતકાળમાં બાગાયતી ખેતી ઉનાળુ પાકને નુકસાની સહાય કરી નથી. આટલી મોટી સહાય ઇતિહાસમાં પહેલીવાર છે. કિસાન સંઘના વિરોધ અંગે પ્રદિપસિંહે કહ્યું કે, હજી સુધી તેમને સંપુર્ણ માહિતી નહી મળી હોય તેથી તેઓ અસંતોષ વ્યક્ત કરે છે. તેઓ સમજશે ત્યાર બાદ તેઓનો અસંતોષ આપોઆપ દુર થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news