2017 કે 2022 જેવો લોલીપોપ મળશે કે 7 લાખ કર્મચારીઓ થશે રાજીના રેડ

રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે.

2017 કે 2022 જેવો લોલીપોપ મળશે કે 7 લાખ કર્મચારીઓ થશે રાજીના રેડ

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં લોકસભા પહેલાં અંદાજિત 7 લાખ કરાર કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કાયમી કરવાની સરકારની હિલચાલ સામે સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે. જોકે, ડર એ પણ છે કે આ પ્રકારની માહિતી સરકારે 2017 અને 2022ની વિધાનસભા ચુંટણી સમયે માગી હતી. જે કાગળો હાલમાં પસ્તી બની ગયા છે. હાલમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા જાહેર થાય એ પહેલાં સરકાર એક્ટિવ થઈ છે પણ સરકારી કર્મચારીઓ એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે સરકારની આ કાર્યવાહી ફક્ત લોલીપોપ સાબિત ન થાય કારણ કે આ પ્રકારની માહિતી મગાવી સરકાર અગાઉ કર્મચારીઓના સપનાં તોડી ચૂકી છે. 

કરાર આધારિત કર્મચારીઓની માહિતી મંગાઈ
રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે. ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા તા. 25.10.૨૦૨૩ ના પત્ર થી તમામ ખાતાઓ પાસેથી કરાર આધારિત કર્મચારીઓની માહિતી મંગાવવામાં આવી છે. આ હંગામી જગ્યામાં અત્યારે આઉટસોર્સિંગ કે અન્ય કોઈ રીતે કામ કરતા હોય તો તેની નોંધ પણ લખવાની સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગના આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની યોજના સરકારની વિચારણા હેઠળ  છે. તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે આવી માહિતી અગાઉની સરકારોમાં પણ મગાઈ છે. ગુજરાત કરાર આધારિત આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારી મહા સંઘને ડર છે કે આ સમયે પણ આવું ના થાય અને કોઈ નિર્ણય લેવાય.

વર્ગ-1 અને વર્ગ-4ના 7 લાખ કર્મચારીઓને થશે ફાયદો
કર્મચારીઓની લાગણી છે કે વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ સુધી દેશના કેટલાય રાજ્યો દ્વારા આ શોષણ કરી કરાર આધારિત પ્રથાને નાબુદ કરી છે અને ગુજરાત રાજ્ય આ બાબતે ખુબ જ પાછળ છે તો ગુજરાતમાંથી પણ આ શોષણ પ્રથા નાબુદ થાય , અગાઉ વર્ષ ૨૦૨૨ સરકારની અંદર મંડળ દ્વારા 17 રાજ્યો ના આધારો આપેલ છે કે જેમાં કરાર પ્રથા નાબુદ કરવી, નિયમિત કરવા કે નિયમિત કર્મચારીઓની સમાન લાભો આપવા જેવી રજૂઆતો કરાઈ છે. આ નિર્ણયથી હાલમાં કોંગ્રેસ અને આપ જશ લઈ રહી છે કે સતત દબાણને કારણે સરકાર આ નિર્ણય લઈ રહી છે. સરકાર ખરેખર આ નિર્ણય લે તો વર્ગ-1 અને વર્ગ-4ના 7 લાખ હંગામી કર્મચારીઓને આ મામલે સીધો ફાયદો થવાની સંભાવના છે.

લોકસભાની ચૂંટણી આવતાં સરકાર જાગી
તમે એના ભૂલો કે આ અંગેની ફક્ત વિચારણા કરાઈ રહી છે કોઈ નિર્ણય લેવાયો નથી. ગુજરાત સરકારે પોતાની કચેરીમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા માટેની તૈયારીઓ આદરી છે. આ કર્મચારીઓની યાદી બનાવવાનું કામ રાજ્યના આરોગ્ય વિભાગે શરૂ કરી દીધું છે. એવી વાત છે કે સરકાર પોતાના આઉટ સોર્સિંગ અને એજન્સી થકી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરશે. બજેટ પહેલાં પણ આ મામલે વિચારણા હાથ ધરાઈ હતી પણ કોઈ કારણોસર આ નિર્ણય લેવોયા નહોતો. હવે લોકસભાની ચૂંટણી આવતાં સરકાર ફરી જાગી છે.

આ મામલે વીડિયો જાહેર કરી આભાર માન્યો!
ગુજરાતના કરાર આઉટસોર્સિંગ રોજમદાર કર્મચારી સંઘના પ્રમુખ અમિત કવિએ આ મામલે એક વીડિયો જાહેર કરીને ગુજરાત સરકારનો આભાર માન્યો છે આ સાથે એવો ડર પણ વ્યક્ત કર્યો છે કે આ પહેલાં પણ નાણા વિભાગ અને સામાન્ય વિભાગે 2 વાર આ પ્રક્રિયા કરી ચૂક્યું છે. આ માહિતી એ પસ્તી ના બની જાય. આ વખતે પણ અન્ય ગુજરાતની સરકાર અન્ય રાજ્યોમાં આ પ્રથાઓ નાબૂદ કરી છે એ પ્રકારે કોઈ ઠોસ નિર્ણય લે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે,  સમાન કામ અને સમાન વેતન એ બાબતને ધ્યાને લઈને ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ માટે યોગ્ય કાર્યવાહી થાય... 

આઉટસોર્સિંગ કર્મચારીઓ માટેની કોઈ વ્યવસ્થા ઊભી થાય તેવી અમને આશા
આ સાથે અમિત કવિએ વધુમાં જણાવ્યું હતું કે, કરાર આધારિત કર્મચારીઓ માટે કોઈ ચોક્કસ નીતિ બની શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે એટલે અન્ય રાજ્યોમાં જેમ સર્વિસરૂલ બનાવવામાં આવ્યા છે તેવા ગુજરાતમાં પણ બની શકે તેવી શક્યતા હાલ પૂરતી દેખાય છે અને આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે કોઈ ચોક્કસ લઘુત્તમ વેતનની અસરો ઊભી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાય છે. સાથે સાથે આઉટસોર્સિંગ કંપનીઓ માટે કોઈ ચોક્કસ કેન્દ્રવર્તી એક જ સરકારી માળખામાં આઉટસોર્સિંગ કર્મચારીઓ માટેની કોઈ વ્યવસ્થા ઊભી થાય તેવી અમને આશા છે. 

કરાર આધારિત કર્મચારીઓની કઈ કઈ છે માગણીઓ

  • 1. 11 માસ કરાર આધારિત કર્મચારીઓ માટેની યોગ્ય પગાર નીતિ બનાવામાં આવે 
  • 2. ગુજરાત રાજ્યમાં  હાલમાં નિર્ધારિત ફિક્સ પગાર નીતિ ને અનુરૂપ 11 માસ કરાર આધારિત કર્મચારીઓ જેઓ એ 5 (પાંચ) વર્ષ પૂર્ણ કરેલ છે તેમને નિયમિત કરવામાં આવે કે નિયમિત પગાર ધોરણ ચુકવવામાં આવે અને તેમને તમામ પ્રકારના લાભો આપવામાં આવે.
  • 3. કર્મચારીએ આગાઉ ૧૧ માસ કરાર આધારિત તરીકે કામ કરેલ સમયગાળાને તેના અનુભવ માં ધ્યાન માં લેવામાં અને તેમને મળતા લાભો-ઉચ્ચતર પગાર ધોરણો ના લાભોમાં આ સમયગાળાને ગણવામાં આવે.
  • 4. ગુજરાત સરકારમાં 5 (પાંચ) વર્ષના પછી નિયમિત પગાર જેવી મોટી સમય મર્યાદા હોવાના ના કારણે જેમણે 5 (પાંચ) વર્ષ પૂર્ણ કરેલા નથી તેવા ૧૧ માસ કરાર આધારિત અને રોજીંદા કર્મચારીઓને તેમની સમાંતર કેડરના ફિક્સ કરેલ પગાર આપવામાં આવે, 
  • 5. ગુજરાત સરકારના નિયમિત કર્મચારીઓને જે મુજબ રજા ,ટીએ-ડીએ , જીપીએફ-સીપીએફ,  મેડિકલ સહાય , સરકારી લોન , રજાના રોકડ રૂપાંતર વગેરે જેવા લાભો આપવામાં આવે તે તમામ લાભો પણ આ કર્મચારીઓને આપવામાં આવે. 
  • 6. ગુજરાતમાંથી આ શોષણ કારી 11 માસ કરાર પ્રથાને નાબુદ કરવામાં આવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news