ગુજરાત સરકારે બાંધકામ નિયમિત કરવા વટહુકમ કર્યો, ઇમ્પેક્ટ ફીને લઈને મોટી જાહેરાત

કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે.

ગુજરાત સરકારે બાંધકામ નિયમિત કરવા વટહુકમ કર્યો, ઇમ્પેક્ટ ફીને લઈને મોટી જાહેરાત

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા હતા. જેની માહિતી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી હતી. આજે ઇમ્પેક્ટ ફીને લઈને ગુજરાત સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા બાંધકામ નિયમિત કરવા વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓકટોબર 2022 પહેલાના બાંધકામોને ઇમ્પેક્ટ ફીમાં લાભ મળશે. ઈમ્પેક્ટ ફીની રકમથી જે-તે શહેરની આંતરમાળખાકીય સવલતો ઉભી કરવામાં આવશે. અનઅધિકૃત બાંધકામો નિયમબદ્ધ કરવા એક વટ હુકમ બહાર પાડયો છે. જનતાના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં અનેક જગ્યાએ અનધિકૃત બાંધકામ થયા હતા. જેથી જનતાની ઈચ્છા હતી કે આ મામલે સરકાર ત્વરિત કોઈ નિર્ણય કરે જેથી આ વટહુકમથી લોકોને ખૂબ મોટો ફાયદો થશે. 2011માં આ પ્રકારનો વટ હુકમ નરેન્દ્ર ભાઈ લાવ્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે નિર્ણય લીધો હતો. હવે ભૂપેન્દ્ર પટેલે આવો નિર્ણય કર્યો છે. 1-10-2022 પહેલાના બાંધકામોને આ નિયમોનો લાભ મળશે. તમામ મહાનગર પાલિકા, નગર પાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળોને આ વટહુકમ લાગુ પડશે. રેરા કેન્દ્ર હસ્તક હોવાથી તેમાં લાભ નહીં મળે. 50% જગ્યા પાર્કીંગ માટે આપવાની રહેશે. 

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઇમ્પેક્ટ ફીમાં રાજ્ય સરકારનો કમાણીનો કોઈ ઈરાદો નથી. આમાંથી થનારી આવક જે તે વિસ્તારના માળખાકીય વિકાસ માટે વપરાશે. બાંધકામ નિયમિત કરવા અરજી કરવાની રહેશે, ફી ભરવાની અને મંજૂરીની તમામ પ્રક્રિયા પોર્ટલ પર ઓનલાઈન કરી શકાશે. 50 sq. M માટે 3000 રૂ. ફી, 50-100 sq m માટે 6 હજાર, 200 sq m માટે 12 હજાર, 300 sqm માટે 18 હજાર, રહેણાંક મિલ્કતો માટે, બિન રહેણાંક માટે બમણો ચાર્જ રહેશે. અરજી કરવા માટે 4 મહિનાનો સમય રહેશે. જ્યારે ફી ભરવા માટે 2 મહિનાનો સમય રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news