સુરત અગ્નિકાંડ બાદ સરકાર આકરા પાણીએ, મુખ્ય સચિવે આપ્યું મહત્વનું નિવેદન

આખા દેશને જેણે હચમચાવી નાખ્યો છે તે સુરતના અગ્નિકાંડ પર હવે નેતાઓ રાજકારણ રમવા લાગી ગયા છે. રાજકારણ ગરમાયું છે. 22 માસૂમ બાળકોએ કોઈ પણ વાંક વગર પોતાના જીવ ગુમાવ્યાં. દેશે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓ ગુમાવ્યાં. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. 

સુરત અગ્નિકાંડ બાદ સરકાર આકરા પાણીએ, મુખ્ય સચિવે આપ્યું મહત્વનું નિવેદન

ગાંધીનગર: આખા દેશને જેણે હચમચાવી નાખ્યો છે તે સુરતના અગ્નિકાંડ પર હવે નેતાઓ રાજકારણ રમવા લાગી ગયા છે. રાજકારણ ગરમાયું છે. 22 માસૂમ બાળકોએ કોઈ પણ વાંક વગર પોતાના જીવ ગુમાવ્યાં. દેશે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા વિદ્યાર્થીઓ ગુમાવ્યાં. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. જવાબદાર લોકો સામે આકરી કાર્યવાહી કરવાના સૂર ઉઠ્યા છે. આ મામલે અત્યાર સુધી 3 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે જેમાંથી 2 ફાયર વિભાગના અને એક સુરત મનપા અધિકારી છે. આ ઘટના બાદ સરકાર પણ સફાળી જાગી છે અને હવે રાજ્યભરમાં 9000થી વધુ સંપત્તિઓના બિલ્ડરોને જણાવ્યું છે કે 3 દિવસની અંતર ફાયર સેફ્ટીના સાધનો લગાવો નહીંતો કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો. જેમાંથી 1100 સંપત્તિઓ તો સુરતમાં જ છે. 

મુખ્ય સચિવ ડો જે એન સિંહે આજે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ એક ખરાબ પાઠ છે, પરંતુ અમે એ સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી કરીશું કે આ પ્રકારની ઘટના ફરીથી ન ઘટ. સુરતની આગથી અમે ખુબ દુ:ખી છીએ. તેમણે કહ્યું કે સુરત ની આગ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય માં ટ્યુશન ક્લાસ હોસ્પિટલ મોલ સહિતની ખાનગી મિલ્કતોમાં ફાયર સેફ્ટી અને આપદા પ્રબન્ધન માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવી છે .
સુરતની આ મામલે મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે  પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સુરતની આગ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ટ્યુશન ક્લાસ, હોસ્પિટલ, મોલ સહિતની ખાનગી મિલ્કતોમાં ફાયર સેફ્ટી અને આપદા પ્રબંધન માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવી છે. સુરતની આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડના બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચનાઓ અનુસાર સમગ્ર રાજ્યમાં 2055 જેટલા અધિકારીઓની 713 ટીમ નગરો, મહાનગરોમાં સઘન તપાસ કરી રહી છે અને  અત્યાર સુધીમાં 9965 મિલ્કતોની તપાસ કરાઈ છે.

તેમણે કહ્યું કે ફાયર સેફ્ટીની જ્યાં સુવિધા ન હોય ત્યાં સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે રાજ્યમાં 9395 બિલ્ડીંગને, મિલ્કતોને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. રાજ્ય સરકાર સુરતની આગ દુર્ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્યમાં આવી કોઇ ઘટના ન બને તે માટે સજાગતાથી  કાર્યરત છે. સુરતમાં 80 ટીમમાં 320 અધિકારીઓએ 1524 જેટલા ટ્યુશન ક્લાસીસ સહિતની મિલ્કતોની ફાયર સેફ્ટી ચેક કરવામાં આવી છે અને 123 સ્થાનોમાં ફાયર સેફ્ટી સુવિધા ન હોવાથી પગલાં લેવાયા છે.મુખ્ય સચિવે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈના અધ્યક્ષ સ્થાને આવતી કાલે સોમવારે ઉચ્ચ સ્તરીતય બેઠક યોજીને  આવી ઘટના ન બને તે માટેની ચોક્ક્સ રણનીતિ કાર્ય પદ્ધતિ  અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news