Breaking : ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા કરી રહી છે વિચારણા

7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે

Breaking : ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા કરી રહી છે વિચારણા

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાકાળ વચ્ચે ઓનલાઈન શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (mass promotion) આપવાની વિચારણા કરી રહી છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી છે. 7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે.  

શું કહે છે વાલીઓ... 
વાલી એસોસિયેશનના પ્રમખુ કમલ રાવલ જણાવે છે કે, સરકાર માસ પ્રમોશન આપશે તો સૌથી મોટી રાહત વાલીઓને થશે. બધાને જ રાહત મળશે. માસ પ્રમોશન આવે તો ફીની સમસ્યા પણ ઉકેલાઈ શકે છે. માસ પ્રમોશનમાં ફીમા પણ રાહત મળી શકે છે. કોરોના હજી ગયો નથી, આવી પરિસ્થિતિમાં સ્કૂલો ખૂલવાની નથી. તેથી આ નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ. આમાં રાહ જોવાની સ્થિતિ નથી. કોરોનામાં શાળાઓ ખૂલી નથી. 4 મહિના થયા છે, તેમાં 12 મહિના પણ નીકળી શકે છે. કોરોના કેસમા કેવી રીતે સ્કૂલે મોકલવા. અને ઓનલાઈન શિક્ષણ પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી. નેટવર્કના ઈશ્યૂ થઈ રહ્યાં છે. છોકરાઓને 15-20 દિવસ સુધી અભ્યાસનો મેઈલ મોકલાયો નથી. તેથી માસ પ્રમોશનનો ઉકેલ યોગ્ય છે. 

શાળા સંચાલકોનો વિરોધ... 
શાળા સંચાલક દીપક રાજ્યગુરુએ માસ પ્રમોશનના નિર્ણયને ઉતાવળિયો ગણાવતા આ વિશે કહ્યું કે, માસ પ્રમોશનની વાત અત્યારથી કરવી યોગ્ય નથી. આ ઉતાવળભર્યો નિર્ણય ન લેવો જોઈએ. સત્ર શરૂ થઈને ચાર મહિન જ થયા છે. છ મહિનાથી વધુ સમય શાળા બંધ રહે તો જ આવો નિર્ણય લેવાવો જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news