બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત

હવેથી બાળકોને લઈ જતી સ્કૂલબસમાં સીસીટીવી લગાવવા ફરજિયાત રહેશે, સ્કૂલ વાન અને રીક્ષામાં પણ નિયમ મુજબ જ બાળકોને બેસાડી શકાશે, નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહીના વાહવવ્યવહાર કમિશનરના આદેશ 
 

બાળકોની સુરક્ષા માટે જાગી સરકારઃ સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત

હીતલ પારેખ/ ગાંધીનગરઃ સ્કૂલ જતે બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકારે સ્કૂલ બસ, વાન અને રીક્ષા માટે કડક નિયમોની જાહેરાત કરી છે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર હવે સ્કૂલ બસ, વાન અને રીક્ષાના ચાલકોએ બાળકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવા પડશે અને સરકારને નક્કી કરેલા નિયમ મુજબ જ વાહન ચલાવવાનું રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવાના કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. 

શાળાના બાળકોની સલામતી માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજુરી ધરાવતી બસ જ બાળકોના મુસાફરી માટે ઉપયોગમાં લઈ શકાશે. તે સિવાય મંજુરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસનો બાળકોને લાવવા-લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં. 

સ્કૂલ બસ માટે સરકારે જાહેર કરેલા નિયમો 

  • બસમાં GPS અને CCTVની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.  
  • સ્કૂલ બસનો રંગ પીળો, તેમજ બસની આગળ અને પાછળના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખવું. 
  • ડ્રાઈવરની માહિતી (નામ, સરનામું, લાયસન્સ નંબર, ટેલીફોન નં.) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે વંચાય તેમ લખવો. 
  • બસની બારીઓ પર આડી પટ્ટી કે જાળી લગાવવી ફરજિયાત. 
  • પાતકાલીન દરવાજો, તેમજ આ દરવાજા પર વિશ્વનીય લોક હોવું અનિવાર્યા. 
  • બસમાં પડદા કે કાચ પર ફિલ્મ લગાવવી નહીં. 
  • સ્પીડ ગર્વનર લગાવવું અને ગતિ મર્યાદા 40 કિ.મી. પ્રતિ કલાકની હોવી જોઈએ.
  • સ્કૂલ બસની બેઠકો બિન-દહનશીલ પદાર્થથી બનેલી હોવી જોઈએ. 
  • પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ. 
  • બાળકોના સ્કૂલ બેગને વ્યવસ્થિત મૂકવા માટેની પુરતી જગ્યા હોવી જોઈએ. 
  • સ્કૂલ બસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિ સંકેતનું સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય. 
  • બસની અંદર પુરતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ, અંદર થતી પ્રવૃત્તિઓ બહારથી દ્રશ્યમાન થાય તેવી ડિઝાઈન રાખવી. 

સ્કૂલ વાન અને રીક્ષા માટેના નિયમો 
સ્કૂલ વર્ધીમાં ઓટો રીક્ષા કે મારૂતિવાન જેવા વાહનોનો વધુ ઉપયોગ થાય છે. આ વાહનો બેઠકની દ્રષ્ટિએ (૧) ૬ + ૧ સુધીની બેઠક ક્ષમતા અને ૧૨ મુસાફરો સુધી (ડ્રાઈવર સિવાય) બેઠક ક્ષમતા ધરાવતા એમ બે પ્રકારના હોય છે. જેમાં સ્કૂલવર્ધીના વાહનોમાં ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ૧ સીટ દીઠ બે બાળકો બેસી શકે તેવી જોગવાઈ છે. 

  • આવા વાહનોમાં સારવાર પેટી અને પીવાનું પાણી તેમજ અગ્નિશામક સાધનો ફરજિયાત રાખવા જોઈએ. 
  • બાળકોને બેસવા માટેનું સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ. 
  • વાહનમાં બારીઓ જાળીથી ઢાંકવી, જેથી બાળકનું કોઈ અંગ બહાર ન આવે. 
  • ખાનગી રજિસ્ટ્રેશન ધરાવતા વાહનોમાં ભાડેથી બાળકોને લાવવા-લઈ જવા એ ગંભીર ગુનો છે. 
  • સ્કૂલવર્ધી વાહનોમાં મંજૂરી લીધા વગર CNG અને PNG ગેસ પર વાહન ચલાવવું એ પણ ગંભીર ગુનો છે. 
  • જો સ્કુલવર્ધી વાહન થર્ડ પાર્ટી વીમા વગર વપરાતું ધ્યાનમાં આવે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ - ૧૪(૧) હેઠળ વાહન ડિટેઈન તથા કડક પગલાં લેવાશે. 

કોંગ્રેસનું ખેડૂતોના દેવામાફીનું બિન-સરકારી વિધેયક વિધાનસભામાં બહુમતિથી ફગાવાયું 

ડ્રાઈવર માટેના નિયમો 

  • ડ્રાઈવરે ફોટોવાળો બેજ પહેરવો જરૂરી છે. 
  • સ્કૂલ વાહન ચલાવતી વખતે ડ્રાઈવરે સ્કૂલ બસની રોડ પર ચલાવવાની યોગ્યતાનું પ્રમાણપત્ર પણ સાથે રાખવું.
  • મોટર વ્હીકલ એક્ટ ૧૯૮૮ પ્રમાણે ડ્રાઈવર પાસે મુસાફરોને માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, પીયુસી, ફિટનેશ અને અધિકૃત ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.
  • ભાડાની સ્કૂલબસ હોય તો સ્કૂલ સત્તાધિકારીઓએ માલીક સાથે માન્ય કરેલા કરારની નકલ પણ ડ્રાઈવરે સાથે રાખવાની રહેશે. 
  • વાહનના માલિકે આ અંગેની જાણ ડ્રાઈવરના નામ અને વાહનની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસને આપવાની રહેશે. 
  • સ્કૂલ વાહન ચલાવતા ડ્રાઈવરોએ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ, વિદ્યાર્થી તેમજ સ્ટાફ સાથેનો વાર્તાલાપ ટાળવો.

શાળાઓ પણ બાળકોની સલામતી માટે મોટી ભૂમિકા ભજવે છે. આ જ કારણે શાળાઓએ સ્કૂલ બસમાં કે અન્ય વાહન દ્વારા આવતા બાળકોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. બાળકોની માર્ગ સલામતી માટે લેવામાં આવેલાં પગલાઓ અંગે દરેક શાળા, વાલીઓએ અને વિદ્યાર્થીઓએ પણ વધુ જાગૃત રહેવું જોઈએ.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news