છેક અહી સુધી લાંબો કરાશે અમદાવાદ રિવરફ્રન્ટ, બજેટની સૌથી મોટી જાહેરાત
Sabarmati Riverfront : ગુજરાતના બજેટમાં મોટું એલાન, છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી લાંબો કરવામા આવશે સાબરમતી રિવરફ્રન્ટ... 38.2 કિલોમીટર લાંબો થશે અમદાવાદ રિવરફ્રન્ટ
Trending Photos
Big Announcement In Gujarat Budget 2024 : ગરવી, ગ્રીન અને ગુણવંત ગુજરાતના સપના સાથેનું બજેટ રજૂ નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.
38.2 કિમી લાંબો બનશે રિવરફ્રન્ટ
આ બજેટમાં ગુજરાત ટુરિઝમના વિકાસ માટે અનેક મોટી જાહેરાતો કરાઈ છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની થશે. આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયું છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ ચાલુ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે
ગુજરાત સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.
ગિફ્ટ સિટી માટે ખાસ જાહેરાત
ગિફ્ટ સિટી માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 961 થી 3300 એકર વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી વિકસાવવામાં આવશે. ગિફ્ટ સિટીને સપનાના શહેર તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત કરાશે. વાંક તું વર્ક ન્યુ વર્ક પ્લેક કોમ્યુનિટીની કલ્પના સહકાર થશે. ગિફ્ટ સિટી ખાતે ફિન ટેક હબની સ્થાપના કરવામાં આવશે, જેના માટે 52 કરોડની જોગવાઈ કરાઈ છે. ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે