CM Bhupendra Patel : ગુજરાતના 5 શહેરો માટે સરકારે કરી મોટી જાહેરાત, આપી આ મંજૂરી, જાણો શું છે વાસ્તવિકતા

Big Decision : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી... જેમાં રાજ્યના 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરાઈ... આ સમાચાર બાબતે ગુજરાત સરકારે બાદમાં કરી મોટી સ્પષ્ટતા 
 

CM Bhupendra Patel : ગુજરાતના 5 શહેરો માટે સરકારે કરી મોટી જાહેરાત, આપી આ મંજૂરી, જાણો શું છે વાસ્તવિકતા

Gujarat Government : ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના 5 નાના શહેરોને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, ત્યારે તેમાં વધુ 5 નો ઉમેરો થશે. તો આ સાથે જ ગુજરાતમાં કુલ 16 મહાનગરપાલિકા બનશે. નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપામાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબીનો સમાવેશ કરાયો છે. આ શહેરો જલ્દી જ અપગ્રેડ થશે. તેવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ સમાચાર અફવા છે. 

આજે સવારે એક માહિતી સામે આવી હતી. જે એવી હતી કે, ગુજરાતના વિકાસ માટે આ જાહેરાત ખૂબ જ મોટી છે. આજે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરાઈ હતી. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ફેરવવાનો નિર્ણય કરાયો છે. કેબિનેટની બેઠકમાં પણ તેની મંજૂરી મળી ગઈ છે. આ પાંચ શહેરો હાલ નગરપાલિકા છે. ત્યારે તે મહાનગરપાલિકા જાહેરાત થતા જ તેમાં નવી સુવિધાઓ ઉમેરાશે. આ પાંચેય શહેરોને હવે અમદાવાદ સુરત જેવી સુવિધા મળશે. અત્યાર સુધી જે 8 મહાનગરપાલિકા છે, તેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ છે. જેમાં હવે બીજી 5 ઉમેરાશે. 

જોકે, આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. પરંતુ બાદમાં સરકારે તેની સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી. 5 નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાના સમાચાર ખોટા છે. આ અફવા છે, તેના પર ધ્યાન ન આપવું. 

તો બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાના ₹24.32 કરોડના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારમાં વસતા નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' વધારવાની નેમ સાથે અત્યાર સુધીમાં કુલ ₹674 કરોડના 594 જનસુવિધા કાર્યોને મંજૂરી આપેલ છે.

અહેવાલ પર સરકારની સ્પષ્ટતા 
શહેરી વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમારે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, આવી કોઈ જાહેરાત સરકાર દ્વારા કરાઈ નથી. આ સમાચાર એક અફવા છે. ગુજરાતની પાંચ નગરપાલિકાઓને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવેશે તેવા જે સમાચારો મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે તેમા કોઈ તથ્ય કે સત્યતા નથી. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે રાજય મંત્રી મંડળની મળેલી કેબીનેટ બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી કે કેબીનેટના એજંડામાં આ બાબત ચર્ચામાં લેવામા આવેલી પણ નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news