લોકોના નળ સુધી પાણી પહોંચાડવા ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય

રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફી લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવામાં આવશે 

લોકોના નળ સુધી પાણી પહોંચાડવા ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય

ઝી મીડિયા/બ્યૂરો :‘નલ સે જલ’ મિશનમાં અગ્રેસરતા માટે ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો 31 ડિસેમ્બર સુધીમાં માત્ર 500 રૂપિયાની નજીવી ફી લઇ રેગ્યુલરાઇઝ કરી અપાશે. નગરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે કનેક્શન આપી દેવાશે. મુખ્યમંત્રીએ આ વિશે આઠ મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટીઝ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી સાથે રોજબરોજના કામો-વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. સાથે જ રોડ-રસ્તા રિપેરીંગ-નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા ડિટેઇલ પ્લાનીંગ કરવા કહ્યું છે. રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો નગરો-મહાનગરોમાં મહત્તમ ઉપયોગ કરવા સૂચન આપ્યું. 

‘નલ સે જલ’ મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફી લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે. એટલું જ નહિ, તેમણે એવો પણ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થવાથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે. 

વિજય રૂપાણીએ રાજ્યના 8 મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સમીક્ષા કરી હતી. 

સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે છે 

આ સાથે જ તેઓએ બેઠકમાં કહ્યું હતું કે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ડે-ટુ-ડે રોજબરોજના વહિવટી કામોનો નિકાલ તેમજ વિકાસ કામોને પણ અગ્રતા આપી સ્થિતી પૂર્વવત થવા માંડી છે તેવી જનઅનુભૂતિ નાગરિકો-શહેરીજનોને કરાવવી જોઇએ. સારા માર્ગો-રસ્તાઓ ગુજરાતની ઓળખ છે ત્યારે વર્ષારૂતુમાં વરસાદને કારણે રોડ-રસ્તાને જે નાનુ-મોટું નુકશાન થયું હોય તે માટે રિપેરીંગ-રિસરફેસીંગની તૈયારીઓ માસ્ટર પ્લાન સાથે કરી દેવાય અને ઊઘાડ નીકળતાં જ તે દુરસ્તી કામો હાથ ધરાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આગામી દિવાળી પહેલાં આવા તમામ માર્ગો રસ્તાઓ પૂર્વવત બને તે માટેની કાર્યવાહીની પણ તેઓએ તાકીદ કરી હતી. 

ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news