ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો દેશમાં વાગ્યો ડંકો, અદ્યતન ટેકનોલોજીથી ઉકેલાય છે કેસ
દેશના અલગ અલગ રાજ્યોના અનેક એવા હાઇ પ્રોફાઇલ કેસ છે, જેના એવિડન્સનું પૃથ્થકરણ ગાંધીનગર સ્થિત FSLમાં થયું છે. સમયની સાથે રાજ્યની FSL વધુ આધુનિક બની અને આજે અનેક પ્રકારના પૃથ્થકરણ આ લેબમાં થઇ રહ્યા છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પોતાના કામ થકી આખા દેશમાં ડંકો વગાડ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોના અનેક એવા હાઇ પ્રોફાઇલ કેસ છે, જેના એવિડન્સનું પૃથ્થકરણ ગાંધીનગર સ્થિત FSLમાં થયું છે. સમયની સાથે રાજ્યની FSL વધુ આધુનિક બની અને આજે અનેક પ્રકારના પૃથ્થકરણ આ લેબમાં થઇ રહ્યા છે.
વિધાનસભા બજેટ સત્રમાં ધારાસભ્યો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ દેશની સીબીઆઇ, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો, કસ્ટમ એન્ડ અક્સાઇઝ, રેલવે, ડાયરેક્ટોરેક્ટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ, એનઆઇએ, એનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ(ઇડી), આરપીએફ, સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી, પોસ્ટ ડિપાર્ટમેન્ટ અને ડાયરેક્ટોરેક્ટ જનરલ ઓફ જીએસટી(ડીજીજીઆઇ)ને તેમના ગુના ઉકેલવામાં મદદ કરી.
આ સિવાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડીયાને મતદાર ફોટો ઓળખ કાર્ડની ચકાસણી કરી આપવાનુ કામ રાજ્યની એફએસએલએ કરી આપ્યું છે. એફએસએલે કમિશનર ઓફ કસ્ટમ દ્વારા કંડલા પોર્ટ ખાતે થયેલા ઓપરેશનમાં COSCO શિપિંગ કંપની મારફતે ચીનથી આવેલા પ્રતિબંધિત એમ્યુનેશન મટીરીયલ અંગેના કેસમાં મોબાઇલ ફોનના ડેટા રીટ્રાઇવ કરવાનું તથા શંકાસ્પદ મોટર સાઇકલની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદ કરી હતી. રાજ્ય બહારની સંસ્થાઓ અને કેન્દ્રીય એજન્સીઓના કેસના પરીક્ષણ થકી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને બે વર્ષમાં 3 કરોડ 70 લાખ 49 હજાર 613 રૂપિયાની આવક ઉભી થઈ છે.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વ્રારા છેલ્લા બે વર્ષમાં લેયર્ડ વોઇસ એનાલીલીસના- 224, બ્રેઇન ઇલેક્ટ્રીકલ ઓસીલેશન સિગ્નેચર પ્રોફાઇલના- 49, નાર્કો એનાલીસીસીસ પદ્ધતિના- 118, સસ્પેક્ટ ડીટેક્શન સિસ્ટમના- 142, પોલોગ્રાફી પદ્ધતિના- 33 અને નાર્કોટીક્સ ડ્રગ્સના 998 કેસોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતની એફએસએલ બ્લોક ચેઇન ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજીનો ઉપયોગ એફએસએલ દ્વારા સ્વિકારાતા કેસના નમુનાઓના પરિક્ષણને અંતે મેળવાતા પુરાવા અકબંધ રાખવા તથા તેમાં ચેડા ન થાય તે રીતે સુરક્ષિત સંગ્રહ કરવા તથા જરૂર પડે ઓડીટ ટ્રેઇલ સાથે કોર્ટ સમક્ષ રજુ કરવા થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે