આ પાકની ખેતી કરીને ભરપેટ પસ્તાયા પાટણના ખેડૂતો, માર્કેટમાં ભાવ સાવ તળિયે બેસી ગયો

ગત સાલનાં કપાસનાં ભાવની તુલના કરવામાં આવે તો ગત વર્ષે કપાસનો ભાવ 2500 થી 2800 રૂપિયાની શરૂઆત થઈ હતી અને છેલ્લે 3000 હજાર રૂપિયા સુધી ભાવ પહોંચ્યા હતા.

આ પાકની ખેતી કરીને ભરપેટ પસ્તાયા પાટણના ખેડૂતો, માર્કેટમાં ભાવ સાવ તળિયે બેસી ગયો

ઝી બ્યુરો/મહેસાણા: પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોંઘા ખર્ચાઓ કરી અનેક મુશ્કેલીઓ વેઠી કપાસનું વાવેતર કર્યું અને પાક તૈયાર કર્યા બાદ ખેડૂતો કપાસનો માલ પાટણ યાર્ડમાં વેચાણ અર્થે આવ્યા ત્યારે તેના ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે. ગત વર્ષ કરતા ભાવમાં મોટો ઘટાડો જોવા મળતા ખેડૂતોની હાલત દયનિય બનવા પામી છૅ.

પાટણનાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ ખાતે આજકાલ સફેદ ડુંગરા પથરાયા હોય તેવો દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાટણ જિલ્લામાંથી ઠલવાતું કપાસ અને એક બાદ એક આવતી કપાસની ગાડીઓથી માર્કેટયાર્ડ જાણે સફેદ કપાસની ચાદર ઓઢીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. જોકે ચાલુ સાલે આ કપાસના ભાવથી ખેડૂતો દુઃખી જોવા મળી રહ્યા છે.

ગત સાલનાં કપાસનાં ભાવની તુલના કરવામાં આવે તો ગત વર્ષે કપાસનો ભાવ 2500 થી 2800 રૂપિયાની શરૂઆત થઈ હતી અને છેલ્લે 3000 હજાર રૂપિયા સુધી ભાવ પહોંચ્યા હતા જોકે ચાલુ શાલે હરાજીમાં કપાસના ભાવ 1300 થી 1500 આસપાસ ના રહેવા પામ્યા છે. જે ગત સાલ કરતા ભાવમાં 50 ટકા નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખેડૂતનું માનીએ તો એક મણ કપાસે 2500 થી 2800 નો મળી રહે તો ખેડૂતોને પોસાય તેમ છે કારણ કપાસના વાવેતરથી તેના નિંદામણ સુધી મોટા ખર્ચાઓ કરવામાં આવે છે. 

મોંઘી ખેડ બિયારણ તેમજ અનેક જીવાતોનો સામનો કરી પાક તૈયાર કર્યા બાદ ભાવ ન મળતા તે પોસાય તેમ નથી. છતાં ખેડૂતોને પોતાના વ્યવહાર સાચવવા તેમજ આગામી વાવેતર કરવા ખેડૂત યાર્ડમાં નીચા ભાવે પાક વેચવા મજબૂર બનવાનો વારો આવ્યો છે.

હાલ તો ખેડૂતોને પ્રતિ 20 કિલો પાછળ રૂપિયા 800થી 1000 હજાર જેટલું નુકસાન ખેડૂતોને ભોગવવું પડી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ 2800 સુધીના ટોચનાં ભાવ મળે તેવી આશાઓ રાખી રહ્યા છે. હાલ પાટણ માર્કેટ યાર્ડમાં દિવસની 20 થી 25 ગાડીઓ કપાસની આવક નવા કપાસની નોંધાઇ રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news