ગુજરાતનું ઘરેણું ગણાતા આ જિલ્લા પર કુદરતનો કહેર વરસ્યો, અહીં લોકોને હવે વાવાઝોડાનો ડર લાગે છે
Jungadh District : કુદરતી સંપદાથી ભરપુર ગીર સોમનાથ જિલ્લાને કુદરતે અનેક રંગોએ રંગ્યો છે... પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં આવેલી આપદાઓથી તેનું નૂર ઘટ્યું છે...
Trending Photos
Junagadh News રજની કોટેચા/ગીર-સોમનાથ : ગુજરાતના સૌથી સમૃદ્ધ વિસ્તાર પર કુદરત વરસાવી રહ્યા છે. કહેર વારંવાર કુદરતી આપદાથી ગુજરાતના કહેવાતા નાઘેર પ્રદેશની હવે અવદશા થઈ રહી છે. આ જિલ્લાની સુંદરતાના કાંગરા ધીરે ધીરે ખરી રહ્યાં છે.
ગુજરાતના સૌથી શ્રેષ્ઠ, સુદર અને રમણીય કહેવાતો જિલ્લો એટલે કે ગીર સોમનાથ જિલ્લો. જે વર્ષ 2013 માં જૂનાગઢમાંથી અસ્તિત્વમાં આવ્યો ગીર સોમનાથ જિલ્લો. કુદરતી સંપદાથી ભરપુર આ જિલ્લાને કુદરતે અનેક રંગોએ રંગ્યો છે. એક તરફ એશિયામાં માત્ર ગીરમાં જોવા મળતા સિંહો છે, તો બીજી તરફ અરબી સમુદ્રના કિનારે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ બિરાજમાન છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલ 1400 કિલોમીટર બૃહદ ગીર અને વેરાવળ નવાબંદર અને રાજપરા અને મૂળ દ્વારકા જેવા વિશાળ બંદરો છે. જે હજારો લોકોને રોજી રોટી આપે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં આવેલી આપદાઓથી તેનું નૂર ઘટ્યું છે.
ભારે વરસાદ વાવાઝોડા અને કુદરતી આપદાઓના કારણે એનું તેજ ઘટી રહ્યું છે. અનેક ડેમો અને મોટી નદીઓ ધરાવતા આ પ્રદેશમાં છેલ્લાં દસ વર્ષમાં 5 વખત માત્ર 5 થી 7 કલાક જેટલા સમયમાં 35 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીરગઢડા અને ઉનામાં 2018 માં આ રીતે વરસાદ વરસ્યો હતો, તો કોડીનાર વેરાવળ અને તાલાલામાં પણ આવી જ રીતે વરસાદ વરસ્યો છે. જેમાં માત્ર થોડા જ સમય માં 20 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, ને ખેતીના પાકને તહસ નહસ કરી નાખ્યાં હતાં. તો 2016 થી અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાએ બાગાયત અને માછીમારી ઉદ્યોગને જાણે કે નેસ્તનાબૂદ કરવા કુદરત ખેલ કરતા જોવા મળ્યા છે.
વર્ષ 2021 માં આવેલ તૌકતે વાવાઝોડાએ દીવ, ઉના અને જાફરાબાદ તાલુકામાં વ્યાપક નુકશાન કર્યું હતું. જેની કળ વળે તે પહેલા ફરી એકવાર ફરી બિપરજોય નામના વાવાઝોડાની દહેશત સેવાઇ રહી છે. જિલ્લામાં રહેલ વ્યાપક કુદરતી સંપદા પર ખાસ કરીને ખનીજ પર ખનીજ ચોરીની પણ વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સફેદ પથ્થર હોય કે માટી કે પછી નદીઓમાંથી બેફામ કઢાતી રેતી હોય, ખનિજની બેફામ ચોરીના દૂષણના કારણે પણ કુદરતી ઘટનાઓ બનતી હોય એમ પર્યાવરણના જાણકાર જણાવી રહ્યાં છે.
દીવ, સાસણ અને સોમનાથ એ પર્યટકોની ધરા છે. આ વચ્ચે જિલ્લામાં કુદરતી વિપદાના કારણે જિલ્લો બેજાન બની રહ્યો છે. એક સમયે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ નાળિયેર પકાવતા આ વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાને સંપૂર્ણ બાગાયત નષ્ટ કરી નાંખી તો દેશમાં કેરીની રાણી કહેવાતી કેસર કેરીના પણ એ જ હાલ છે. ત્યારે હાલ વાવાઝોડું જો દિશા બદલે તો આ વિસ્તાર સંપૂર્ણ બરબાદ થઈ શકે છે અને સિંહો પર પણ આફત આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે