ભવ્ય જીત બાદ CM એ કહ્યું, ગુજરાતની જનતાએ કોંગ્રેસના લોકોને વીણીને સાફ કર્યાં છે

ભવ્ય જીત બાદ CM એ કહ્યું, ગુજરાતની જનતાએ કોંગ્રેસના લોકોને વીણીને સાફ કર્યાં છે
  • ભવ્ય વિજય બાદ વિજય રૂપાણીએ કહ્યું કે, આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે

ઝી મીડિયા/બ્યૂરો :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે કમલમ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે. પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના પણ અનેક દિગ્ગજો અને ધારાસભ્ય હારી ગયા છે. નિરંજન ભટ્ટ હારી ગયા છે. કોંગ્રેસી નેતાઓના કુટુંબીજનો હારી ગયા છે. ગુજરાતમાં જે રીતે કોંગ્રેસનો સફાયો થયો છે તે બતાવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્રભાઈએ જે રીતે મોસાળમાં મા પીરસે તે રીતે જતન કર્યું છે. આજે ગુજરાતની જનતાનો હું આભારી છું. 

આ પણ વાંચો : હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાવી શક્યા 

તેમણે વધુમાં કહ્યું કે, સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે. તમામ લોકોને સાથે લઈને ચાલશે. અમારી જવાબદારી વધી છે. પ્રજાએ પ્રેમ આપ્યો છે. વિશ્વાસ એળે નહિ જાય તેની ખાતરી આપુ છું. ગુજરાતના સપનાઓ પૂરા કરવાના ખાતરી આપું છું. કાર્યકર્તાઓએ પ્રજાનો વિશ્વાસ હજી વધારવાનો છે. ચૂંટાયેલા લોકો એ રીતે કામ કરે. આ વિજયને કાર્યકર્તાઓ વિનમ્રતાથી ઉજવે. પંચાયતોમાં કોંગ્રેસનું ચાલ્યુ હોય તો કાઉન્ટિંગ પણ ન થવા દેત. કોંગ્રેસને પહેલેથી ખબર પડી ગઈ હતી કે, તેમનુ નહિ ચાલે. કોંગ્રેસ ડૂબતી નાવડી છે. આદિવાસી, ઉત્તર, સૌરાષ્ટ્ર બધે જ ભાજપ આવ્યું છે. આદિવાસી વિસ્તોરમાં પણ જનતા ભાજપ સાથે છે. ગયા વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો વ્યાજ સાથેનો બદલો મળ્યો છે. 

આ પણ વાંચો : બ્રિજેશ મેરજાનો પક્ષપલટો ભાજપને ફળ્યો, મોરબી નગરપાલિકા ભાજપે બાજી મારી  

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાનો ભાજપ વતી આભાર અને ધન્યવાદ માનું છું. સી.આર. પાટીલને અભિનંદન આપું છું. લાખો કાર્યકર્તા અને સંગઠનનો વિજય છે. આ વિજય વિક્રમજનક વિજય છે. ભૂતકાળમાં કોઇ પણ રાજકીય પાર્ટીને આટલી બેઠકોને નથી મળી. વિકાસની રાજનીતિ ચૂંટણીનો મુદ્દો હતો એ જ મુદ્દા પર અને વિચલિત થયા વગર આગળ વધ્યા હતા. 2022માં કરી ભાજપની સરકાર બને તેનો આજે પાયો નંખાયો છે. અમારી જવાબદારી વધે છે. પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે તેમનો વિશ્વાસ એળે નહિ જાય તેવી ખાતરી આપું છું. આ વિજયને વિનમ્રતાથી ઉજવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરુ છું. 

તેમણે કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, કોંગ્રેસ હારને પાછી કે ઠલવતી હતી. કોંગ્રેસ ડુબતુ નાવ છે. પ્રજાએ ગોતી ગોતીને તેમને હરાવ્યા છે. હવે કોઈનો વિસ્તાર રહ્યો નથી. ગત વખતે જે કચાશ રહી ગઈ હતી તેનો બદલો પ્રજાએ વ્યાજ સાથે આપ્યો છે. પ્રજાએ કોંગ્રેસને સત્તા માટે નહિ વિપક્ષ માટે પણ મંજૂરી નથી આપી. ઓવર કોન્ફિડન્સ અને લાપરવાહી ન રહે તેની ચિંતા ભાજપ કરશે. 

મતદારોનો આભાર : સીઆર પાટીલ 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓનો મતદારો સાથેનો સંપર્ક અને સરકાર સાથે કરેલા કામોનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. મહાનગરપાલિકામાં ભાજપની જીત થઈ હતી. આજે 31 જિલ્લા પંચાયતમાં ભાજપ લીડ કરી રહ્યું છે, કદાચ આ તમામમાં ભાજપ જીત મેળવશે. એવા જ પરિણામ તાલુકા અને નગરપાલિકામાં પણ દેખાઈ રહ્યું છે. ગુજરાતની જે રીતે માવજત કરી છે, તે રીતે સમર્પિત કાર્યકર્તાઓ ભાજપને પડખે આવ્યા છે. મારી સભા અને રેલીઓ દરમિયાન પણ મેં અનુભવ્યુ હતું કે, 31 જિલ્લા પંચાયતમાં ભાજપ વિજેતા બનશે. ભવ્ય વિજય તરફ ભાજપ આગળ જઈ રહ્યું છે. ગુજરાતના તમામ મતદારોનો આભાર. વિશ્વાસ છે કે ગુજરાતના મતદારોએ મૂકેલો વિશ્વાસ અમે તોડવા નહિ દઈશું. પોતાની ફરજ પૂરતી જવાબદારીથી નિભાવશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news