Corona Vaccination: આજે સ્વાસ્થ્ય મંત્રી સહિત આ દિગ્ગજ નેતાઓએ મૂકાવી કોરોના રસી
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) ના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં 60 વર્ષથી ઉપરના વડીલો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે. આ તબક્કાના લોકોમાં આવનારા સરકારના મંત્રીઓ પણ રસી મૂકાવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ કોરોનાની રસી મૂકાવી.
ડો.હર્ષવર્ધને મૂકાવી રસી
ત્રીજા તબક્કાની શરૂઆત થતા જ રસી પર સવાલ ઉઠાવનારા લોકોના મોઢા પર તાળા વાગી ગયા. સોમવારે સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોનાની રસી લીધી. ત્યારબાદ સરકારના કેટલાક મંત્રીઓ પણ રસી મૂકાવી ચૂક્યા છે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન (Dr Harsh Vardhan) અને તેમના પત્નીએ દિલ્હી હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટિટ્યૂટમાં રસી મૂકાવી. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ દ્વારા ત્રીજા તબક્કામાં જ રસી લગાવવાને લઈને રસી પ્રત્યે વિશ્વાસનો સંદેશ ગણવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સરકાર તરફથી વિપક્ષની ચેતવણી (પીએમ અને ભાજપવાળા પહેલા મૂકાવે રસી) નો જવાબ પણ આપવામાં આવી રહ્યો છે.
Delhi: Union Health Minister Dr. Harsh Vardhan and his wife take first dose of COVID vaccine at Delhi Heart & Lung Institute pic.twitter.com/HKPVNt8MlK
— ANI (@ANI) March 2, 2021
જી કિશન રેડ્ડીએ પણ લીધો પહેલો ડોઝ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ મંગળવારે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો.
Telangana: MoS MHA G Kishan Reddy takes his first dose of #COVID19Vaccine, at Gandhi Hospital in Hyderabad.
The second phase of nationwide vaccination to inoculate people above 60 years of age and those above 45 years with comorbidities, began yesterday. pic.twitter.com/7yzK3HaVXO
— ANI (@ANI) March 2, 2021
ફારુક અબ્દુલ્લાએ પણ લીધી રસી
નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પણ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર AIIMS માં કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો.
Jammu and Kashmir: National Conference MP Farooq Abdullah takes his first dose of the #COVID19 vaccine, at Sher-i-Kashmir Institute of Medical Science in Srinagar. pic.twitter.com/cKwzBdqR48
— ANI (@ANI) March 2, 2021
TRS સાંસદે મૂકાવી રસી
તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS) સાંસદ કે.કેશવ રાવે પણ રસી પર ભરોસો વ્યક્ત કર્યો છે. અને હૈદરાબાદની એક હોસ્પિટલમાં રસી મૂકાવી.
Telangana Rashtra Samithi (TRS) MP, K Keshava Rao takes his first dose of #COVIDー19 vaccine at a hospital in Hyderabad. pic.twitter.com/SmVPO7xRxw
— ANI (@ANI) March 2, 2021
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે