Mehsana Gujarat Chutani Result 2022: ભાજપના ઉમેદવાર મુકેશ પટેલની 45 હજારથી વધુ લીડથી થઈ જીત

MEHSANA Gujarat Chutani Result 2022: મહેસાણા વિધાનસભા બેઠક પર 1,45,210 પુરૂષ મતદારો છે. જ્યારે 1,35,422 મહિલા મતદારો છે. મહેસાણા વિધાનસભા બેઠક પર 2,80,634 મતદારો છે.

Mehsana Gujarat Chutani Result 2022: ભાજપના ઉમેદવાર મુકેશ પટેલની 45 હજારથી વધુ લીડથી થઈ જીત

MEHSANA Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર સમગ્ર દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાવર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

બેઠક : મહેસાણા
રાઉન્ડ : 11
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર મુકેશ પટેલ
મત : 32038 મતે આગળ

બેઠક : મહેસાણા
રાઉન્ડ : 9
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર મુકેશ પટેલ
મત :22454 મતે આગળ
 
બેઠક : મહેસાણા
રાઉન્ડ : 8
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર : મુકેશ પટેલ
મત :20632 મતે આગળ

બેઠક : મહેસાણા
રાઉન્ડ : 7
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :મુકેશ પટેલ
મત :10500 મતે આગળ

બેઠક : મહેસાણા
રાઉન્ડ : 4
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :મુકેશ પટેલ
મત :5994 મતે આગળ

બેઠક : મહેસાણા
રાઉન્ડ : 3
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર :મુકેશ પટેલ
મત :3453 મતે આગળ

બેઠક : મહેસાણા
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપ આગળ
ઉમેદવાર : મુકેશભાઈ પટેલ
મત : 181 મતે આગળ

મહેસાણા Gujarat Chunav Result 2022: મહેસાણા વિધાનસભા બેઠક (મહેસાણા)
દેશમાં જ્યારે માત્ર 2 બેઠક પર ભાજપ જીતી હતી. ત્યારે મહેસાણાની જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો હતો. મહેસાણા બેઠકને રાજકીય લેબોરેટરી તરીકે ઓળખવામાં આવે છે. દરેક રાજકીય સમીકરણમાં મહેસાણા હંમેશાથી મોખરે રહ્યું છે. પોટીદાર અનામત આંદોલનના બીજ પણ મહેસાણાથી જ રોપાયા હતા. આ મહેસાણાની તાસીર છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક 1990થી ભાજપના કબજામાં છે.

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે મુકેશ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે પી. કે. પટેલની ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ભગત પટેલને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
મહેસાણાના ઈતિહાસની વાત કરીએ તો 2017માં ભાજપના ઉમેદવાર નીતિન પટેલને 90,235 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર  જીવાભાઈ પટેલને 83,098 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ 7,137 મતોથી હાર્યા હતા. 

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન પટેલને 90,134 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર નટવર પટેલને 65,929 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવાર નટવર પટેલ 24,205 મતોથી હાર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news