Gujarat Election 2022: રાજકોટમાં રવિશંકર પ્રસાદે કહ્યું- કેજરીવાલ ફ્રી સ્ટાઇલ લીડર છે
Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. દરેક પાર્ટીઓ એકબીજા પર પ્રહારો કરી રહી છે. આ વચ્ચે રાજકોટમાં ભાજપ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને કેજરીવાલને નિશાને લીધા હતા.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં જેમ-જેમ મતદાન નજીક આવી રહ્યું છે, તેમ-તેમ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર 27 વર્ષથી છે. આ એન્ટીઇન્કબનસી નથી, પરંતુ પ્રો-ઇનકબનસી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં ગ્રીન ફિલ્મ એરપોર્ટ અને એમ્સ કેન્દ્ર સરકારે આપી છે. ગુજરાત દેશમાં સ્ટાર્ટઅપ, આઇટીનું હબ બન્યું છે. રાજકોટમાં મેટ્રો સેવા શરૂ કરવા સંકલ્પ પત્રમાં આપ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે મહત્વનું શહેર છે.
કેજરીવાલ પર કર્યો હુમલો
રાજકોટમાં ભાજપના પ્રચાર માટે પહોંચેલા રવિશંકર પ્રસાદે કહ્યુ કે, કેજરીવાલ ફ્રી સ્ટાઇલ લીડર છે. જ્યાં ચૂંટણી હોય ત્યાં તે પહોંચી જાય છે. તેમણે કહ્યું કે, કેજરીવાલને ગુજરાતમાં એકપણ સીટ મળવાની નથી. તેમણે કહ્યું કે, દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન જેલમાં છે, તેમનું રાજીનામુ લેવામાં આવતું નથી. મોંઘવારી પર તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધને કારણે મોંઘવારી વધી છે. તેમણે કહ્યું કે, ભારત સિવાય દુનિયાના ઘણા દેશોમાં મોંઘવારી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોંઘવારી જલદી નિયંત્રણમાં આવશે.
રાહુલ ગાંધી પર કર્યો હુમલો
રવિશંકર પ્રસાદે કહ્યુ કે, રાહુલ ગાંધી ક્યાં છે તે કોઈને ખબર નથી. ભારતમાં યાત્રાઓ કાઢવામાં આવે છે. કોંગ્રેસ ભારત જોડોના નામે યાત્રા કાઢે છે, જે સારી વાત છે પરંતુ તેણે પહેલા પાર્ટી જોડવાની જરૂર છે. કોંગ્રેસે ગુજરાતના મહાનુભાવોને અપમાનિત કરવાનો નિર્ણય કર્યો છે. સરદાર પટેલની પ્રતિમા જોવા કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી ગયા નથી.
સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની ચૂંટણી સભા
સૌરાષ્ટ્ર-કચ્છની 54 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરવાના છે. પીએમ મોદી જામનગર, પાલીતાણા, અંજાર અને રાજકોટમાં સભાને સંબોધવાના છે. એટલે કે મતદારોમાં ઉત્સાહ ભરવાનું કામ પીએમ મોદી કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે