આ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન તો જાણો શહેરી વિસ્તારની કેવી છે સ્થિતિ
Gujarat Assembly Election 2022 News: વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં રહેતા મતદારો નજીકના મતદાન મથકે પહોંચી વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહા પર્વમાં જોડાવવા અહવાહન કર્યું છે.સાથે તમામ મતદાન મથકો ઉપર જિલ્લા કલેક્ટર દ્રારા મુલાકાત લેવામાં આવી હતી.
Trending Photos
ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ જિલ્લાના 5 વિધાનસભા મથક ઉપર ચાલી રહેલી સામાન્ય ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર વિધાનસભા બેઠક ઉપર જંગી મતદાન મતદારો કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠક અને કપરાડા વિધાનસભા બેઠક ઉપર મતદાન વિસ્તારમાં વધુ મતદાન નોધાયું છે. જ્યારે વલસાડ તાલુકામાં અને શહેરી વિસ્તારના મતદાન મથકો ઉપર ઓછું મતદાન નોંધાયું છે. વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં વધુ સંખ્યામાં જોડાઈ વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. શહેરી વિસ્તારમાં રહેતા મતદારો નજીકના મતદાન મથકે પહોંચી વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહા પર્વમાં જોડાવવા અહવાહન કર્યું છે.સાથે તમામ મતદાન મથકો ઉપર જિલ્લા કલેક્ટર દ્રારા મુલાકાત લેવામાં આવી હતી.
આજે સવારથી જ શહેરના અનેક મતદાન મથકો પર મતદારોએ વિધાનસભાની સામાન્ય ચૂંટણીનીનું પ્રથમ તબક્કાનું મતદાનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોચ્યાં હતા. ત્યારે ૧૬૮-ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ડિંડોલીની રામી પાર્ક ખાતે આવેલી સનરાઈઝ વિર્ધાલયના મતદાન મથકે પોતાના એક મહિનાના નવજાત શિશુ સાથે માતા તનુ મિશ્રા લોકશાહીના તહેવારમાં પોતાનું યોગદાન આપવા પહોચ્યા હતા.
વલસાડ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ
બપોરે 1:00 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા
ધરમપુર 43.77 ટકા
કપરાડા 47.34ટકા
પારડી 34.94 ટકા
ઉમરગાવ 33.82 ટકા
અને વલસાડ બેઠક માં 31ટકા મતદાન
નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પર 8 થી 1 વાગ્યા દરમ્યાન થયેલું મતદાન
174 જલાલપોર વિધાનસભા : 36.59 %
175 નવસારી વિધાનસભા : 34.48 %
176 ગણદેવી વિધાનસભા : 39.07 %
177 વાંસદા વિધાનસભા : 41.64 %
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે