સીટ પાર્ટી નક્કી કરશે પણ હું ચૂંટણી ચોક્કસ લડીશ, અલ્પેશ ઠાકોરે કહ્યું મારે વિધાનસભામાં જવું છે

અલ્પેશ ઠાકોરે જણાવ્યુંકે, ગુજરાતમાં આવીને ચૂંટણીટાણે રાહુલ ગાંધી મોટી-મોટી વચનોની લહાણીઓ પણ એનો કોઈ અર્થ નથી. કોંગ્રેસની સરકાર ક્યારેય બનવાની નથી

સીટ પાર્ટી નક્કી કરશે પણ હું ચૂંટણી ચોક્કસ લડીશ, અલ્પેશ ઠાકોરે કહ્યું મારે વિધાનસભામાં જવું છે

શંખનાદ 2022/ZEE24કલાક: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું રણશીંગુ ફૂંકાઈ ચુક્યું છે. આ વખતે પહેલીવાર ગુજરાતમાં ત્રિપાંખિયા જંગની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. કારણકે, વર્ષોથી ચાલ્યા આવતા પરંપરાગત રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ કોંગ્રેસ ઉપરાંત આ વખતે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલનથી ઉભરી આવેલો આમ આદમી પક્ષ એટલેકે, AAP પણ ગુજરાતમાં પગ જમાવવા માટે મેદાનમાં ઉતર્યો છે. કોણ જીતશે? કોણ હારશે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોની કેવી તૈયારીઓ છે? એ તમામ સવાલોના જવાબો મેળવવા માટે ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક દ્વારા શંખનાદ 2022 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું. ઝી24કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદ 2022માં દરેક રાજકીય પક્ષોના તમામ મોટા નેતાઓએ હાજરી આપી. અને તેમણે તમામ તીખા સવાલોના શાલીનતાથી જવાબો પણ આપ્યાં. જેમાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપના નેતા બનેલાં ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોરે શું કહ્યું જાણો...

અલ્પેશ ઠાકોરે કહ્યુંકે, હું કોંગ્રેસ છોડીને કેમ ભાજપમાં આવ્યો એ વાતનો જવાબ હું નહીં આપી શકું. એ મારો અંગત મામલો છે. પણ હું કોંગ્રેસના આંતરિક વિખવાદથી ખુબ કંટાળ્યો હતો એ વાત સ્પષ્ટ છે. હાલ ભલે કોંગ્રેસ ગુજરાત પ્રદેશના પ્રમુખ આ ચૂંટણીઓમાં 125થી વધારે સીટો લાવવાનો દાવો કરતા હોય પણ જો અત્યારે જેવી સ્થિતિ છે એવીને એવી સ્થિતિ રહી તો 25 સીટો પણ કોંગ્રેસને નહીં મળે. માત્ર હવામાં ગોળા ફેંકવાથી ચૂંટણીઓ જીતાતી નથી, એના માટે તનતોડ મહેનત કરવી પડે છે. કોંગ્રેસનું પ્લાનિંગ માત્ર કાગળો પર જ હોય છે. ગમે ત્યાંથી લોકોને પકડી લાવીને રેલીઓમાં ટોળા ભેગા કરવાથી સરકારો બનતી નથી.

રાહુલ ગાંધીની લહાણીઓની જનતા પર અસર નહીં થાયઃ
અલ્પેશ ઠાકોરે જણાવ્યુંકે, ગુજરાતમાં આવીને ચૂંટણીટાણે રાહુલ ગાંધી મોટી-મોટી વચનોની લહાણીઓ પણ એનો કોઈ અર્થ નથી. કોંગ્રેસની સરકાર ક્યારેય બનવાની નથી, તે વાત પ્રજા પણ જાણે છે તેથી કોંગ્રેસને મત મળવાના નથી. ગુજરાત કોંગ્રેસની નેતાગીરી એમના જ કેન્દ્રીય નેતૃત્વને છેતરે છે. કોંગ્રેસની ગુજરાત ટીમ હંમેશા તેમના કેન્દ્રીય નેતૃત્વને અંડર કરંટ હોવાની વાતો કરીને ઉલ્લુ બનાવે છે, છેતરે છે.

AAPની રેવડીનું શું થશે?
ગુજરાતની જનતા શાણી છે. તે આપની રેવડીની લાલચમાં ક્યારેય નહીં આવે. સત્તામાં તો ભાજપ જ રહેશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો એ વિચારવું જોઈએકે, વિપક્ષમાં કોણ બેસશે. આ બન્ને પક્ષો પાસે ગુજરાતની ચૂંટણીમાં માત્ર આટલો જ મુદ્દો વધ્યો છે.

કોંગ્રેસ છોડીને બધા કેમ જાય છે?
વ્યક્તિગત સ્વાર્થ માટે મોટા-મોટા નેતાઓએ કોંગ્રેસની અવદશા કરી છે. ભાજપ પાસે પોતાનું ડેમેજ કંટ્રોલ પણ છે. કોઈ નારાજ હોય તો ભાજપ તેની વાત સાંભળે છે અને પછી યોગ્ય નિર્ણય કરે છે. કોંગ્રેસના નેતાઓ એસી ચેમ્બરોમાં બેસી રહે છે અને કાર્યકરો તડકામાં ધક્કા ખાતા હોય છે.

હાર્દિક અને જીજ્ઞેશ વિશે શું કહ્યું? 
અલ્પેશ ઠાકોરે કહ્યુંકે, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીએ બન્ને પણ આંદોલનથી ઉભરી આવેલાં યુવા નેતા છે. બન્ને મારા નાનાભાઈઓ છે. હું બન્નેને સારા ભવિષ્ય માટે શુભેચ્છા આપું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news