ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના, પૂર્વ IPS DG વણઝારાના આ પગલાથી રાજકીય ખળભળાટ

વણઝારાએ આ પ્રસંગે જણાવ્યું છે કે 'નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના'. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના કરવામાં આવી છે. પૂર્વ IPS ઓફિસર પ્રજા વિજય પક્ષની રચના કરી છે.

ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના, પૂર્વ IPS DG વણઝારાના આ પગલાથી રાજકીય ખળભળાટ

આશ્કા જાની/અમદાવાદ: ચૂંટણી આડે માત્ર 30 દિવસ પણ બાકી રહ્યા નથી ત્યારે રાજકીય પક્ષો તડતોડ મહેનત કરી રહ્યા છે. હાલ ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે, તેવામાં  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના થઈ છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ પોતાના પક્ષની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ "પ્રજા વિજય પક્ષ"ની જાહેરાત કરી છે. ભય અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દા સાથે નવો પક્ષ સ્થાપ્યો છે. પૂર્વ IPS ડીજી વણઝારાએ ધાર્મિક-સામાજીક આગેવાનોને સાથે રાખીને નવા પક્ષની જાહેરાત કરી છે. 

વણઝારાએ આ પ્રસંગે જણાવ્યું છે કે 'નિર્ભય પ્રજા રાજ માટે નવા પક્ષની રચના'. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં વધુ એક પક્ષની રચના કરવામાં આવી છે. પૂર્વ IPS ઓફિસર પ્રજા વિજય પક્ષની રચના કરી છે. ચૂંટણીના જૂજ દિવસો બાકી રહ્યા છે, તેવા સમયે પક્ષની રચનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

ડીજી વણઝારાએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ભય અને ભ્રષ્ટાચારના સામ્રાજ્યનો અંત કરી "નિર્ભય પ્રજારાજ" ની સ્થાપના કરવા માટે નવા રાજકીય વિકલ્પ તરીકે "પ્રજા વિજય પક્ષ"ની વિધિવત ઘોષણા આવતી કાલે તા. 8-11-2022ના રોજ, હોટેલ પ્લેનેટ લેન્ડમાર્ક, ઇસ્કોન ચાર રસ્તા નજીક, આમલી રોડ, અમદાવાદ મુકામે કરવામાં આવશે. જય વિજય હો.

અગાઉ ડીજી વણઝારાએ ટ્વીટ કર્યુ હતુ કે 182 વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે "પ્રજા વિજય પક્ષ" કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચુનાવી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી આડે માત્ર 30 દિવસ પણ બાકી રહ્યા નથી, ત્યારે રાજકીય પક્ષો તડતોડ મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે આજે એક નવો રાજકીય પક્ષ મેદાને આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પસંદગી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news