Gujarat Education Calendar: આ તારીખે યોજાશે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા
રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય પત્ર અને પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવશે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનો ખતરો ઓછો થતાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી હતી. કોરોના કહેર ઓછો થતાં ફરીથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2021-22 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું હતું.
રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય પત્ર અને પરીક્ષાના પેપરો તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2022થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11નાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 11-21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી 18-27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અને બીજી કસોટી 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે