ગુજરાતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે? સૌથી વધુ કેસ ક્યારે નોંધાશે? આ માહિતી પણ સામે આવી

ગુજરાતમાં કોરોનાના કેસ (gujarat corona update) હજુ વધવાની ભીતિ છે. 9 દિવસ પછી ગુજરાતમાં દૈનિક કેસ 50,000 ને પાર થઈ શકે છે. આવામાં બેંગલુરુ સ્થિત IISc સંસ્થાનો કોરોના અંગેનો રિપોર્ટ ભારે ચોંકાવનારો છે. આ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી થર્ડવેવ (third wave) ખતમ થઈ શકે. થર્ડ વેવના અંતે દોઢ વર્ષના સૌથી વધુ કેસ (corona case) નોંધાઈ શકે. 
ગુજરાતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે? સૌથી વધુ કેસ ક્યારે નોંધાશે? આ માહિતી પણ સામે આવી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાના કેસ (gujarat corona update) હજુ વધવાની ભીતિ છે. 9 દિવસ પછી ગુજરાતમાં દૈનિક કેસ 50,000 ને પાર થઈ શકે છે. આવામાં બેંગલુરુ સ્થિત IISc સંસ્થાનો કોરોના અંગેનો રિપોર્ટ ભારે ચોંકાવનારો છે. આ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી થર્ડવેવ (third wave) ખતમ થઈ શકે. થર્ડ વેવના અંતે દોઢ વર્ષના સૌથી વધુ કેસ (corona case) નોંધાઈ શકે. 

પોઝિટિવિટી રેટ 8.31 ટકા થયો 
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, સરકારી રિપોર્ટ મુજબ ચોથી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં પોઝિટીવિટી રેટ 2.40 ટકા હતો, જે વધીને 10 જાન્યુઆરીએ 8.31 ટકાએ પહોંચ્યો છે. તેવામાં બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ ઈન્ડિયન સ્ટેટેસ્ટિકલ સેન્ટરના ઈન્ટેલિજન્સના ઓમિક્રોન પ્રોજેક્શનના તારણથી ચિંતા વધી છે. રિપોર્ટ પ્રમાણે આગામી 9 દિવસ પછી 21થી 27 જાન્યુઆરી વચ્ચે દૈનિક કેસ 50,000ને પાર જવાના શક્યતા છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનને કારણે ઉદ્દભવેલી વેવની મેથડોલોજીના નિષ્ણાતોએ આકલન બાંધ્યુ છે. રાજ્યના આરોગ્ય વિભાગના તજજ્ઞોના કહેવા મુજબ ઓમિક્રોનની એન્ટ્રીના 41 દિવસોમાં છેલ્લા 15–17 દિવસોમાં જ દૈનિક કેસમાં ઉછાળો નોંધાયો છે. છેલ્લા રિપોર્ટ મુજબ ઓમિક્રોનના હળવા લક્ષણો હોવાથી હોસ્પિટલાઈઝેશનનો દર અત્યંત નીચો છે. ઝી 24 કલાક વારંવાર લોકોને અપીલ કરી રહ્યું છે કે, ઓમિક્રોનથી ડરવાનું નથી, માત્ર સાવચેત રહેવાનું છે. સાવચેતી સાથે ઓમિક્રોન સામે લડવાનું છે અને નિયમો પાળીને જીતવાનુ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક આરોગ્ય હિતમાં  કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. આ ફેરફારો 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડિયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news