GUJARAT CORONA UPDATE: એક જ દિવસમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, આજે નોંધાયા આટલા કેસ

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે નવા 16,617 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 11,636 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.35 ટકાએ પહોંચી ચુક્યો છે.

GUJARAT CORONA UPDATE: એક જ દિવસમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, આજે નોંધાયા આટલા કેસ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં આજે નવા 16,617 નવા કેસ આવ્યા છે. તો બીજી તરફ 11,636 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ ઘટીને 86.35 ટકાએ પહોંચી ચુક્યો છે. રાજ્ય સરકાર કોરોના રસીકરણ મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,16,936 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 134837 કુલ કેસ છે. જે પૈકી 258 વેન્ટિલેટર પર છે. 134579 નાગરિકો સ્ટેબલ છે. 9,17,469 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10249 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 19 લોકોનાં મોત થઇ ચુક્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશન 2, સુરત 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1, વલસાડમાં 3,નવસારીમાં 1, બનાસકાંઠામાં 2, દાહોદમાં 1 સહિત કુલ 19 લોકોનાં મોત નિપજ્યાં છે. 

Gujarat Corona BREAKING: ગુજરાતમાં આજે કોરોનાના 16,617 નવા કેસ નોંધાયા#Gujarat #CoronaVirus #ZEE24Kalak pic.twitter.com/OYwwlLb6eK
— Zee 24 Kalak (@Zee24Kalak) January 23, 2022

આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન  વર્કર પૈકી 5 ને પ્રથમ 570 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 5547ને પ્રથમ 3668 ને રસીનો બીજો ડોઝ  16900 ને અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 14210 ને પ્રથમ 52561 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 11598 રસીના ડોઝ જ્યારે 17424 ને પ્રીકોશન ડોઝ અપાયો છે. આ પ્રકારે કુલ 1,16,936 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,63,45,327 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news