ત્રીજી લહેરે બાળકોને ઝપેટમાં લીધા, સુરત-વડોદરામાં કોરોનાથી બે બાળકીના મોત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે બીજી લહેર જેવો કહેર મચાવવા જઈ રહી છે. બીજી લહેરમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. જોકે, ત્રીજી લહેર હજી સુધી એટલી ઘાતક નથી બની. પરંતુ ગુજરાતમાં બે બાળકોના કોરોનાથી મોત નિપજ્યા છે. સુરતમાં 6 મહિનાની બાળકીનું અને વડોદરામાં ત્રણ વર્ષની બાળકીનુ કોરોનાથી મોત નિપજ્યુ છે. ત્રીજી લહેરમાં કોરોનાથી બાળકોનું મૃત્યુ થયાની આ પ્રથમ ઘટના છે.
માતાપિતાથી બાળકીને ચેપ લાગ્યો
સુરતમાં કોરોનાથી 6 મહિનાની બાળકીનું મૃત્યુ થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. સુરતના પલસાણાના તાતિથૈયામાં બાળકીનું મૃત્યુ થયુ છે. માતા-પિતા સંક્રમિત થતા બાળકી પણ કોરોનાની ઝપેટમાં આવી હતી. પરંતુ બાળકી બચી શકી ન હતી. બાળકોમાં વધતાં સંક્રમણથી વાલીઓ પણ ચિંતિત બન્યા છે. જોકે, આ બાળખીન પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીશન મળતું ન હોવાનુ પણ સામે આવ્યુ છે.
આ પણ વાંચો : હાય રે કુદરત.... લગ્નની ખુશી બે ઘડી પણ ન ચાલી, દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનુ મોત થયુ
કોરોનાની લહેરમાં બાળકોને પૂરતુ પોષણ આપો - આરોગ્ય કમિશનર
સુરતમાં કોરોનાથી બાળકીની મોતની ઘટના પર આરોગ્ય કમિશનર શિવહરેએ જણાવ્યુ કે, સુરતમાં કોરોનાથી મોતને ભેટનાર બાળકી 6 માસની હતી. હાલના સમયમાં કોરોનાથી બાળકના મોતનો પહેલો કિસ્સો છે. બાળકીને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રીશન મળતું ન હતું અને તેને કોરોના થયો હતો. હોસ્પિટલમાં કોરોનાના દર્દીએ ડૉક્ટરની સલાહ માનવી જોઈએ. બીજુ કોઈ જાતનું જોખમ લેવું જોઈએ નહિ. બાળકોને પૂરતું પોષણ મળતું રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકોમાં મોટાભાગે કોઈ તકલીફ આવતી નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરી છે. પૂરતો ખોરાક અને પ્રવાહી લેવું ખૂબ જરૂરી છે. મોટાભાગના બાળકોમાં લક્ષણો પણ જોવા નથી મળતા. હાલ આરોગ્ય વિભાગનુ મુખ્ય ફોકસ ગ્રામિણ વિસ્તાર છે.
આ પણ વાંચો : પુત્રવધૂના બાથરૂમમાં પડી જવાની કહાની બતાવીને ભાગી ગયા સાસરિયા, પોસ્ટમોર્ટમ બાદ સામે આવી ચોંકાવનારી હકીકત
સુરત બાદ વડોદરામાં પણ કોરોનાથી બાળકીના મોતની ઘટના બની છે. વડોદરામાં કોરોનાથી ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકી મેલેરીયા અને એનિમિયાના રોગથી પણ પીડાતી હતી. સુભાનપુરા હરિરોમ નગરમાં રહેતી બાળકી બીમાર થતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું હતુ. બાળકીની ગોત્રી સ્મશાન ખાતે દફનવિધિ કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે