GUJARAT CORONA UPDATE: નવા 954 દર્દી, 1197 રિકવર થયા, 6 લોકોનાં નિપજ્યાં મોત
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં નવા 954 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1197 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,59,448 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 90.78 ટકા થઇ ચુક્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,739 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 811.37 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 62,10,550 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,05,903 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,05,796 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ 90.78 ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,451 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 12390 લોકો સ્ટેબલ છે. 1,59,448 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3734 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 06 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 2, સુરત કોર્પોરેશન 2, મહેસાણા 1 અને સુરતના 1 દર્દી સહિત સહિત કુલ 6 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે