પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો મોટો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું, પછી...
અમદાવાદનાં વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહ નામનાં 73 વર્ષીય વૃદ્ધા સાથે લુંટના પ્રયાસ ઘટના બની હોવા નો બનાવ વાડજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો હતો .
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનાં વાડજમાં વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખી લુંટનો પ્રયાસ કેસમાં વાડજ પોલીસે પ્રેમિકા અને પ્રેમીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમિકાના છૂટાછેડા ઠાઇચ્યા હોવાથી પૈસાની જરૂરિયાતથી લુંટ કરવાનો કારસો ઘડ્યો હતો.
અમદાવાદનાં વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા પરાગબેન શાહ નામનાં 73 વર્ષીય વૃદ્ધા સાથે લુંટના પ્રયાસ ઘટના બની હોવા નો બનાવ વાડજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો હતો . વૃદ્ધા તેઓના મકાનમાં ઉપરના માળે રહે છે અને નીચે ગ્રાઉન્ડ ફ્લોરર પર કલાવતી નર્સીંગ હોમ ચાલુ હતો જે તેઓનાં પતિ ડૉ. રાજેશ શાહ દ્વારા ચલાવવામાં આવતો હતો, પરંતુ છેલ્લાં 4 વર્ષથી બંધ છે.
લુંટના બનાવની વાત કરીએ તો 15 નવેમ્બરના વહેલા સવારે બુકાનીધારી મહિલાએ 73 વર્ષીય વૃદ્ધાના ઘરમાં પ્રવેશી તેઓની આંખમાં અને મોમાં મરચું નાખ્યું હતું. જે બાદ વૃદ્ધાને ઘરનાં બાથરૂમમાં પુરવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં ઝપાઝપી દરમિયાન વૃદ્ધાને સામાન્ય ઈજાઓ થઈ હતી. અંતે લુંટ કરવામાં નિષ્ફળ જતા બુકાનીધારી મહિલા ફરાર થઈ હતી. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંતે આ સમગ્ર મામલે વાડજ પોલીસ સ્ટેશનને ગુનાનો ભેદ ઉકેલવા માં સફળતા મળી છે આ લુંટના નિષ્ફળ પ્રયાસમાં વાડજ પોલીસે પ્રેમી યશ ભાવસાર અને પ્રેમિકા રાખી ખાંટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તો વાડજ પોલીસે પાસે બંને આરોપીઓએ ગુનો કર્યાની કબૂલાત કરી હતી. કારણ જાણીને ગુનો કરવાનું કારણ પૂછતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસ પૂછ પરછ માં સામે આવ્યું છે કે યશ ભાવસાર અને રાખી ખાંટ સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતો. એ દરમિયાન જ બનાવના આગળના દિવસે રાખી ખાંટના પતિ સાથે રાખી ખાંટના છૂટાછેડા થયા હતા અને છૂટાછેડા અને જીવન જીવવા માટેથી પૈસાની જરૂર હોવાથી રાખી ખાંટ એ ફરિયાદીના ઘરે લુંટ કરવાની નક્કી કર્યું. જેમાં રાખી ખાટે યશ ભાવસારની મદદ માંગી હતી જેમાં રાખી ખાંટ એ મકાનમાં ઉપર લુંટ કરવા જવાનું નક્કી કર્યું હતું અને યશ ભાવસાર નીચે એકટીવા લઈને રાહ જોવાનું નક્કી કર્યું હતું.
લુંટના નિષ્ફળ પ્રયાસ બાદ બંને સાથે ભાગી ગયા હતા. આ ફરિયાદીના ઘારમાં જ લુંટ કરવાનું કેમ નક્કી કર્યું એ બાબતે પૂછતા રાખી ખાંટે જણાવાયું હતું કે રાખી ખાંટની માતા 7 વર્ષ સુધી ફરિયાદીના ઘરે ઘટ કામ કરતા હતા. જેથી લુંટ કરવાનું નક્કી કર્યું હતું. વાડજ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ સિવાય અન્ય કોઈ જગ્યા પર આવા પ્રકારે ગુનો કર્યો છે કે કેમ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે