GUJARAT CORONA UPDATE: 234 નવા કેસ, 159 દર્દી રિકવર, એક પણ મોત નહી
Trending Photos
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 234 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 159 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,192 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,865 રસીના ડોઝ અપાયા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1261 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1255 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,192 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 27, ભાવનગર કોર્પોરેશન 12, વલસાડ 7, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન અને સુરતમાં 4-4, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 3-3 કેસ નોંધાયા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠામાં 2-2, ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો હતો. આ પ્રકારે કુલ 234 કેસ નોંધાયો હતો.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1101 નાગરિકોને રસીનો પ્રથમ અને 10597 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 725 ને રસીનો પ્રથમ અને 3937 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 27312 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3157 ને રસીનો પ્રથમ અને 9036 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 55,864 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,08,53,529 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે