GUJARAT CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નહીં, નવા 65 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાયરસ પર હવે લગભગ કાબુમાં આવી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણનું કામ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. કોરોનાથી દર્દીઓના સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજાથવાનો દર 98.54 પર પહોંચી ચુક્યો છે
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસ પર હવે લગભગ કાબુમાં આવી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણનું કામ પણ જોરોશોરોથી ચાલી રહ્યું છે. કોરોનાથી દર્દીઓના સાજા થવાનાં દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજાથવાનો દર 98.54 પર પહોંચી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 65 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 289 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધી 8,11,988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 1969 કેસ એક્ટિવ છે. જે પૈકી 10 લોકો વેન્ટિલેટર પર છે. 1959 લોકો સ્ટેબલ છે. જ્યારે 8,11,988 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,072 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યારે કોરોનાથી આજે રાજ્યમાં એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. જો કે હવે કોરોનાનો પોઝિટિવિટી રેટ ખુબ જ ઓછો થઇ ચુક્યો છે. જે રાજ્ય માટે ખુબ જ સારા સમાચાર છે.
જો રાજ્યમાં આજના કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 13 દર્દીઓ નોંધાયા છે તેની સામે 96 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. સુરતમાં 11 દર્દીઓ નોંધાયા છે તેની સામે 15 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. વડોદરામાં 7 દર્દીઓ નોંધાયા છે તેની સામે 20 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. રાજકોટમાં 7 દર્દી નોંધાયા છે તેની સામે 6 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. ભાવનગરમાં એક પણ કેસ નથી નોંધાયો તેની સામે 2 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ગાંધીનગરમાં 1 દર્દી નોંધાયો છે તેની સામે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગરમાં 2 દર્દીઓ નોંધાયા છે તેની સામે 2 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તેમજ જૂનાગઢમાં 2 દર્દીઓ નોંધાયા છે. તેની સામે 16 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે