2024ની ચૂંટણીની તૈયારી! કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર, અમદાવાદ સહિત 10 જિલ્લામાં કરી પ્રમુખોની નિમણૂક
ગુજરાતના 10થી વધુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે. જ્યારે અન્ય નવા જિલ્લા પ્રમુખના નામની આજે જાહેરાત થઇ શકે છે. જિલ્લા અને તાલુકા સંગઠનમાં ફેરફાર બાદ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં બદલાવ થશે.
Trending Photos
Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ મળી રહ્યા છે. ગુજરાતના 10થી વધુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે. જ્યારે અન્ય નવા જિલ્લા પ્રમુખના નામની આજે જાહેરાત થઇ શકે છે. જિલ્લા અને તાલુકા સંગઠનમાં ફેરફાર બાદ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં બદલાવ થશે.
કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની કરી નિમણૂંક
- અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક
- રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક
- અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત ની નિમણુક કરાઈ
- જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી
- પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ
- ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભીને નિમણૂક કરાઇ
- આણંદ શહેર પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી ની નિમણૂક કરાઇ
- વડોદરા શહેર પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરાઈ
- નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરવામાં આવી
- ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી
લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી છે. પોલિટિકલ અફેર્સ કમિટી અને પ્રદેશ ઈલેક્શન કમિટીના નામ જાહેર થયા છે. બંને કમિટીઓમાં જૂના જોગીઓને જ સ્થાન અપાયું છે. જેમાં 17 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓનો પ્રદેશ ઇલેક્શન કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇલેક્શન કમિટીમાં 30 સભ્યોની નિમણુક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઇલેક્શન કમિટીની રચના પણ કરવામાં આવી છે. ધારાસભ્ય અને પૂર્વ ધારસભ્ય સાથે પૂર્વ પ્રમુખો, સિનિયર નેતાઓનો ઇલેક્શન કમીટીમાં સમાવેશ કરવાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજનોના ઇલેક્શન કમિટીમાં નિમણુક કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે