ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટીલેટર પર રખાયાનો આજે બીજો દિવસ છે. તેમની તબીયતમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી અપાતા ઓક્સિજનની માત્રા વધારવાની ડોક્ટરને ફરજ પડી છે. 

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક

ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબીયત નાજુક છે. ભરતસિંહ સોલંકીને વેન્ટીલેટર પર રખાયાનો આજે બીજો દિવસ છે. તેમની તબીયતમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી. બહારથી અપાતા ઓક્સિજનની માત્રા વધારવાની ડોક્ટરને ફરજ પડી છે. 

મળતી માહિતી મુજબ હાલ 90 ટકા ઓક્સિજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યો છે. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં છે.  પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓક્સિજનની જરૂરિયાત વધી છે. ભરતસિંહ સોલંકીની સ્થિતિ હાલ ક્રિકિટલ પણ સ્ટેબલ હોવાનું કહેવાય છે. 

અત્રે જણાવવાનું કે રાજ્યસભાની ચૂંટણી પૂરી થયા બાદ 22 જૂનના રોજ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેઓને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતું તેમની તબિયત વધુ લથડતા તેઓને થોડા દિવસમાં અમદાવાદ સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરાયા હતા. જેના બાદ તેમની તબિયત સતત નાજુક રહેતી છે. હાલ નાજુક તબિયતના કારણે ઓક્સિજનના પ્રેશરમાં વધારો કરવો પડી રહ્યો છે. તેમની તબિયત અંગે સિમ્સ હોસ્પિટલે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, 6 જુલાઈના રોજ ભરત સોલંકી કોવિડ-19ની ટ્રીટમેન્ટ માટે અમદાવાદ ખાતે આવેલ CIMS હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયા હતા.
જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news