કોંગ્રેસના ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાં ટિકિટ અપાઈ
Gujarat Elections : ગઈકાલે ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કર્યા બાદ, આજે મોડી સાંજે ત્રીજી યાદી જાહેર કરી છે, જુઓ
Trending Photos
ગાંધીનગર : ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે આજે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી હતી. જેના બાદ આજે સાંજે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજકોટ પૂર્વથી કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ આપમાંથી નારાજગી બાદ કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ અપાઈ છે. ગઈ કાલે કોંગ્રેસ પાર્ટીએ 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી, એ પહેલા 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આમ હવે કોંગ્રેસે કુલ 96 ઉમેદવારો જાહેર કર્યા છે.
- રાપર - બચુભાઈ અરેઠિયા
- વઢવાણ - તરુણ ગઢવી
- રાજકોટ ઈસ્ટ - ઈન્દ્રનીલ રાજ્યગુરુ
- ધારી - ડો.કિર્તી બોરીસાગર
- નાંદોદ - હરેશ વસાવા
- નવસારી - દીપક બારોટ
- ગણદેવી - અશોકભાઈ પટેલ
AAP માંથી વાપસી કરનાર ઈન્દ્રનીલને ટિકિટ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર તરિકે ચૂંટણી લડશે. ઈન્દ્રનીલને આપ સાથે વાકુ પડતા તેમણે ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. થોડા દિવસ પહેલા જ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઘરવાપસી કરી છે. 2017 માં વિજય રૂપાણી સામે ઈન્દ્રનીલ રાજ્યગુરુનો પરાજય થયો હતો.
20 બેઠકો હજી બાકી
પ્રથમ તબક્કાની 20 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો હજી જાહેર કર્યા નથી. આ 20 બેઠકો પર ઉમેદવારોના નામોનું કોકડું ગૂંચવાયું છે. 20 બેઠકોને લઈ કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં છે. જેમાં કચ્છની એક, સૌરાષ્ટ્રની 14 અને દક્ષિણ ગુજરાતની 5 બેઠકો પર ઉમેદવાર જાહેર કરાયા નથી. કચ્છની રાપર બેઠક પરથી ધારાસભ્ય સંતોકબેન એરઠીયાને ટિકિટ આપવી કે નહિ એની દ્વિઘા છે. તો જંબુસર પર સીટિંગ ધારાસભ્ય સંજય સોલંકીને લઈ પણ કોંગ્રેસનું મંથન ચાલી રહ્યું છે. આ સિવાય અન્ય બેઠકો પર પણ આવી જ સ્થિતિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે