કોંગ્રેસનો ગુજરાત સરકારને સળગતો સવાલ : રાજકોટ આગકાંડની ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓના નામ કેમ નહિ?
Rajkot fire latest update : કોંગ્રેસે સરકારના એક્શન સામે કર્યા સવાલ.. કહ્યું, ઘટનાની સંપૂર્ણ જવાબદારી સરકારની.... માત્ર નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા... ફરિયાદમાં ઉચ્ચ અધિકારીઓના નામ કરવા જોઈએ સામેલ
Trending Photos
Gujarat congress reaction on rajkot fire case :રાજકોટ ગેમઝોનના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે રાજકોટમાં અતિશય કરૂણ ઘટના બની. સાચો આંકડો તો સામે આવશે. પણ અમારી પાસે માહિતી મળી તેમાં 30 લોકોના મોત થયા છે. માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે. કોઈ પણ SIT થયેલા નુકસાનની ભરપાઈ ન કરી શકે,
રાજકોટ TRP ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડાની સંયુક્ત પત્રકાર યોજાઈ હતી. જેમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અતિશય કરુણ ઘટના રાજકોટમાં બની છે. ગેમ ઝોનમાં આગ લાગવાને કારણે મોત થયા છે. સાચો આંકડો તો સામે આવશે પણ મને માહિતી મળી તેમાં 30 વ્યક્તિઓના મોત થયા છે. મોતનો મલાજો પણ જાળવવો પડશે. માણસના જીવની કોઈ કિંમત ન હોઈ શકે. કોઈ પણ SIT થયેલા નુકસાનની ભરપાઈ ન કરી શકે. એકાદ ઘટના બને તો પાઠ લેવો જોઈએ, પણ મને દુઃખ છે. અમૂલ્ય જીવનની રક્ષા કરવાનું કામ, બંધારણ મુજબ ચૂંટાયેલી સરકારની જવાબદારી છે. સુરતના તક્ષશિલા આગકાંડમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી. તક્ષશિલા કાંડના મૃતકોના પરિવારજનો ચોધાર આંસુએ રડે છે અને કહે છે કે રાજકોટની ઘટનામાં મૃતકોના પરિવારજનોને ન્યાય મળે. મોરબી દુર્ઘટનામાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યા. વડોદરામાં પણ બોટ દુર્ઘટનામાં પણ લાઈફ જેકેટ નહિ. નાના બાળકો શિકાર બન્યા. પાલનપુરમાં નિર્માનાધિન બ્રિજ પડે અને ગરીબ પરિવારના લોકો મોતને ભેટે. આ બ્રિજની કંપનીને બ્લેક લિસ્ટ કરી અને ભંડોળ આપતા ફરી એ જ કંપનીને કામ સોંપ્યું. કોઈ પણ બાંધકામો લીગલ હોઈ તો પણ હપ્તા આપો તો જ મંજૂરી મળે.
તેમણે આગળ કહ્યું કે, સરકારી અધિકારીઓના નામ FIRમાં નામ દાખલ કરો. પૂર્વ મેયર પ્રદીપ ડવ પણ TRP એરેનામાં ગયા હોવાના ફોટો છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સહિતના BJP ટીમના નેતાઓ ગયા હોવાના પણ ફોટા છે. સરકારી અધિકારીઓ પણ ત્યાં ગયા હોવાના ફોટા છે. મોટા અધિકારીઓ ત્યાં જતા હોય અને નાના અધિકારીઓને સસ્પેન્ડ કેવી રીતે કરી શકો. સારી કામગીરી કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટ આપી બેસાડી દેવામાં આવે છે. સારી કામગીરી કરનારા અધિકારીઓને સાઈડ પોસ્ટ આપી બેસાડી દેવામાં આવે છે. FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ દાખલ કરવામાં આવે તેવી માંગ છે. અધિકારીઓ સરકારના સેવક છે ભાજપના નહિ.
આગળ કહ્યું કે, વળતર કોઈની ખોટ પુરી ન કરી શકે. કમાનારો જે પરિવારમાંથી ગયો છે તેની પરિસ્થિતિ જોવી જોઈએ. વળતર નાનું નહિ મોટું વળતર આપવામાં આવે જેથી તેનું ગુજરાન ચલાવી શકે. ઉદ્યોગપતિઓ સાથે સરકારને સારા સબંધ છે. પ્રધાનમંત્રી ગુજરાતના છે અને તેમને હું વિનંતી કરું છુ.
તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, આ પહેલો બનાવ નથી. મુખ્યમંત્રીને સવાલ કરૂં છું કે 20 વર્ષમાં જેટલી પણ ઘટનાઓ બની તેમાં SIT ની રચના કરવામાં આવી પણ તપાસ બાદ શું એક્શન લેવામાં આવ્યા છે. માછલાંઓને મારી અને મગરમચ્છને છુટા મુકવામાં આવે છે. વજુભાઈ વાળાએ સ્વીકાર્યું કે, નીતિ નિયમોથી નહિ વ્યવહાર કે વહીવટથી ચાલે છે. મીઠાઈથી જ બધુ ચાલે છે. સ્માર્ટ સિટીમાં બાળકોને બચાવવા એક સીડી પણ ન જડી. પતરા ખખડાવી બચાવો બચાવો કરી જિંદગી હોમાઈ ગઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે