ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી, કોંગ્રેસે આંકડા આપી સરકારના દાવાની પોલ ખોલી

Woman Safety In Gujarat : ગુજરાત કોંગ્રેસે આંકડા આપીને રાજ્યમાં થતા મહિલા ગુનાઓ અંગે સરકારના દાવાને પોકળ સાબિત કર્યો... આ આંકડા ચિંતાજનક છે

ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી, કોંગ્રેસે આંકડા આપી સરકારના દાવાની પોલ ખોલી

Gujarat Congress અમદાવાદ : ગુજરાત કોંગ્રેસે આંકડા આપીને ગુજરાત સરકારના મહિલા સલામતીના દાવાની પોલ ખોલી છે. મહિલાઓને લગતા ગુનાઓ મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના રાજમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાના કોંગ્રેસે આંકડાકીય માહિતી સાથે આક્ષેપ મૂક્યા છે. 

કોંગ્રેસે આંકડા આપતા કહ્યું કે, ભાજપના રાજમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં ૪૦૬૦૦થી વધુ મહિલાઓને લગતા ગુનાઓ નોધાયા, જે ગુજરાત માટે ખુબ ચિંતાજનક છે. સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૮૫૭૮૩૨ મહિલા વિરુધ ગુનાઓ નોધાયા છે. મહિલા સુરક્ષાની વાતો- જાહેરાતો વચ્ચે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦ જેટલા મહિલા વિરુધ ગુનાઓ નોધાય હતા, એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલા વિરુધના ગુનાઓ નોંધાયા છે. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેન્કરે કહ્યું કે, સબ સલામત અને સુરક્ષિત ગુજરાતની માત્ર જાહેરાતો કરતી ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી, બેટી બચાવોની માત્ર જાહેરાતો જ છે.  તાજેતરમાં લોકશાહીના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બીજી બાજુ જે મહિલાઓ-દીકરીઓએ સમગ્ર દેશને માન-સન્માન-ગૌરવ અપાવ્યું  તેમની સાથે કેવું ગેરવર્તણુક કરવામાં આવ્યું એ દેશે જોયું છે. ભાજપની મહીલા વિરોધી માનસિકતા છતી થાય છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે ભાજપે “બેટી બચાવો’ સૂત્ર તો આપ્યું છે, પરતું કોનાથી બચાવો. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર, નલિયા કાંડ સહિતના કેસોમાં કેટલાંય ભાજપના નેતા, પદાધિકારીઓના નામ મહિલા અત્યાચારમાં સામે આવ્યા છે.  

ગુજરાતમાં મહિલા વિરુદ્ધ ગુનાઓની સંખ્યા

કોંગ્રેસે આક્ષેપ મૂક્યો કે, ગુજરાતમાં અપહરણ, બળાત્કાર, ઘરેલુ હિંસા, દહેજ મૃત્યુ અને શોષણ, મહિલાઓ પર ઍસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકીંગ, મહિલાઓ સાઇબર ક્રાઇમ સહિતના ગુનાઓ થઇ રહ્યા છે. મહિલા સુરક્ષાની વાતો- જાહેરાતો વચ્ચે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦ જેટલા મહિલા વિરુધ ગુનાઓ નોધાય તા એટલે કે ડર મહીને સરેરાશ ૬૭૦થી વધુ અને દરરોજ ૨૨થી વધુ મહિલા વિરુધના ગુનાઓ નોધાય છે.  ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૦૬૦૦થી વધુ મહિલા વિરુધ ગુનાઓ નોંધાયા છે. આ ઉપરાંત ન નોધાયેલા ગુનાઓનો આંકડાઓ પણ મોટો છે.  ભારતમાં સતત મહિલાઓ વિરુદ્ધ ગુના વધી રહ્યા છે. ભાજપ શાસનના નવ વર્ષ થઈ ગયાં છે અને આંકડા પ્રમાણે હજુ પણ મહિલા વિરોધી ગુના અવિરત થઈ રહ્યા છે. આંકડા પ્રમાણે કોરોના મહામારીનું ૨૦૨૦ના વર્ષને છોડી દઈએ તો પ્રતિવર્ષ મહિલા વિરુદ્ધના ગુન્હાઓમાં સતત વધારો થઈ રહ્યો છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news