મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વીજળી બચાવો અભિયાન, પોતાના મંત્રીઓને લેસન આપ્યું

Save Electricity : વીજળી બચાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અનુકરણીય પહેલ..... અજવાળું હોય ત્યાં સુધી લાઈટ શરૂ નહી કરવાનો નિર્ણય..... મંત્રીઓને પણ કર્યું સૂચન....

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વીજળી બચાવો અભિયાન, પોતાના મંત્રીઓને લેસન આપ્યું

Big decision of Bhupendra Patel : વીજળી બચાવવા CM ભૂપેન્દ્ર પટેલે અનુકરણીય પહેલ કરી છે. સૌથી વધુ વીજળીનો બગાડ સરકારી ઓફિસોમા જ થાય છે. અહી કારણવગર લાઈટો ચાલુ હોય છે, અને બંધ કરવાની તસ્દી કોઈ લેતુ નથી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીજળી બચાવવા પોતાના મંત્રીઓને લેસન આપ્યું છે. તેઓએ અજવાળું હોય ત્યાં સુધી સરકારી ઓફિસમાં લાઈટ શરૂ નહી કરવાનો નિર્ણય લીધો છે. 

સરકારી ઓફિસમાં થતો લાઈટનો બગાડ અટકાવવા ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ પહેલ કરી છે. ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જરૂર વગર લાઈટ ચાલુ નહિ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તમામ સ્ટાફને CM ઓફિસ અને કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ-બંધ કરવા સૂચના આપી છે. આ સૂચના માત્ર સ્ટાફ માટે નથી, પરંતું મંત્રીઓને પણ અપાઈ છે. મુખ્યમંત્રીએ મંત્રીઓને પણ આ અંગે સૂચન કર્યું કે, જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી પોતાની ઓફિસમાં લાઈટ ચાલુ ના કરવી. 

આ પણ વાંચો : 

ભુપેન્દ્ર પટેલે સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રીની કમાન સંભાળી છે. ત્યારે તેઓ એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઈ રહ્યા છે. તેમના ધ્યાનમાં આવ્યુ કે, સરકારી ઓફિસમાં બિનજરૂરી લાઈટ ચાલુ રહેતી હોય છે. તેમજ તે સમયસર બંધ પણ થતી નથી. તેથી મુખ્યમંત્રીએ પોતાના ઓફિસથી જ વીજળી બચાવવાની પહેલ કરી છે. ત્યારે હવેથી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. 

જો, ગુજરાતના તમામ સરકારી ઓફિસોમાં આ રીતે વીજળી બચાવવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા બચાવી શકાય છે. એટલુ જ નહિ, જે રીતે ગુજરાતની એક પછી એક નગરપાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે તે જોતા આ પહેલ સરાહનીય ગણી શકાય. આ અભિયાન ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં લાગુ કરાવવુ જોઈએ. આંકડા પર નજર કરીએ તો, છેલ્લાં એક માસમાં 14મી નગરપાલિકાએ ફૂંક્યું દેવાળું છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news