ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીનો આજે જંગ, મતદારો આજે કરશે ફેંસલો

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. 

ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીનો આજે જંગ, મતદારો આજે કરશે ફેંસલો

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. તો સવારથી જ અનેક કેન્દ્રો પર ઈવીએમ ખોટકાયાની ફરિયાદ ઉઠી છે. તમામ મતદાન કેન્દ્રોની બહાર ગોળ સર્કલ કરવામાં આવ્યા છે. તે મુજબ મતદારોને ઉભા રાખવામાં આવ્યા છે. તમામ મતદારોને પહેલા સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. જેના બાદ તેઓને પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ આપવામાં આવી રહ્યા છે. આમ કોવિડની તમામ ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. 

11.30 વાગ્યા સુધીમાં કેટલું મતદાન 
11.30 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ 23.29 ટકા મતદાન થયું છે. જેમાં ધારીમાં 16.05 ટકા, ગઢડામાં  21.74 ટકા, ડાંગમાં 39.60 ટકા, અબડાસામાં 22.00 ટકા, મોરબીમાં 24.15, લીંબડીમાં 25.77 ટકા, કરજણમાં 22.95 ટકા અને કપરાડામાં 17.26 ટકા મતદાન થયુ છે.

લીંબડી તાલુકાના ગેડી ગામમાં ભાજપ દ્વારા બોગસ મતદાનની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામા આવી. સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પ્રિસાઈડિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટરને આ વિશે ફરિયાદ કરાઈ. એક મતદાર દ્વારા અંદાજે ૫ થી વધુ વખત મત આપી રહ્યાની હોવાની ફરિયાદ કરવામાં આવી છે. 

સવારે 10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન
સવારે 10 વાગ્યા સુધીમાં તમામ 8 બેઠકો પર 11.52 મતદાન થયું છે. જેમાં ધારીમાં  6.29 ટકા, ગઢડામાં 14.76 ટકા, ડાંગમાં 8.87 ટકા, અબડાસામાં 11.00 ટકા, મોરબીમાં 15.68 ટકા, લિંબડીમાં 16.52 ટકા, કરજણમાં 5.27 અને કપરાડામાં  10.37 ટકા મતદાન થયું છે. 

વાજતે-ગાજતે મત આપવા પહોંચ્યા લોકો
બોટાદના ગઢડા શહેરમા ઢોલ સાથે વાજતે ગાજતે લોકો મતદાન કરવા પહોંચ્યા છે. લોકશાહીના આ પર્વને લોકોએ વધાર્યો હતો. ગઢડા શહેરની મહિલાઓ અને પુરુષો સાથે મળીને ઢોલ વગાડતા મતદાન બૂથ સુધી પહોંચ્યા હતા. લોકોએ આ રીતે લોકશાહની ઉજવણી કરી હતી. વોર્ડ નંબર ૨ ના મતદારો મોટી સંખ્યામાં વાજતે ગાજતે મતદાન મથકે પહોંચી મત આપ્યા હતા. 

કરજણ બેઠક પર વીડિયો વાયરલ 
ચૂંટણી પંચની નિયમોની ધજીયા ઉડાવતો એક વીડિયો કરજણથી વાયરલ થયો છે. જેમાં કરજણ વિધાનસભાના પોર-ઇટોલા વિસ્તારમાં ખુલ્લઆમ પૈસાથી લોકશાહીને ખરીદતા ભાજપના કાર્યકરો દેખાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ વીડિયો અંગે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા કલેકટર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ ચૂંટણીપંચ દ્વારા માંગવામાં આવ્યો છે. તો બીજી તરફ, કરજણ વિધાનસભા પેટા ચૂંટણીની આગલી રાત્રે મતદારો રીઝવવા માટે રૂપિયાની લ્હાણી કરવા નીકળેલ 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. કરજણ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદાર મિત પટેલ સહિત અન્ય 2 સામે ગુનો નોંધાયો છે. પોલીસે 57000 રૂપિયા રોકડા તેમજ ગાડી ઝડપી પાડી છે. 

સૌરાષ્ટ્ર-કચ્છની 5 બેઠકો પર સૌની નજર, મતદાન આંકડા કહે છે મતદારોનો ઉત્સાહ

9 વાગ્યા સુધી કેટલું મતદાન 
સવારે 9 વાગ્યા સુધીમાંતમામ બેઠકો પર બહુ જ ઓછું મતદાન નોંધાયું છે. 8 બેઠકો પર 9 વાગ્યા સુધી સરેરાશ 9.5 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મોરબીમાં 8 ટકા, ગઢડામાં 7.5 ટકા, લીંબડીમાં 8 ટકા, ધારીમાં 8.5 ટકા, કરજણમાં 8 ટકા, કપરાડામાં 9 ટકા, ડાંગમાં 9 ટકા અને અબડાસામાં 8 ટકા મતદાન નોંધાયું છે. 

સ્વામીનારાયણ સંતોએ મતદાન કર્યું 
આજે લોકોની સાથે સંતો પણ મતદાન કરવા મતદાન બૂથ પર પહોંચ્યા હતા. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને એસપી સ્વામી અને સંતો દ્વારા મતદાન કરાયું હતું. લોકશાહીની પ્રક્રિયાને મજબૂત કરવા મતદાન કરવું જરૂરી છે. ગુજરાતનો સર્વાગી વિકાસ થાય તેવા હેતુ સાથે સ્વામીનારાયણ સંતોએ મતદાન કર્યું. ત્યારે એસપી સ્વામીએ કહ્યું હતું કે, દરેક મતદારોએ મતદાન કરવું જોઈએ. તો ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરજીવન સ્વામી અને સંતોએ પણ મતદાન કર્યું. લોકોને લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ માટે કરવા તેઓએ અપીલ કરી. સાથે જ ગઢડાના વિકાસ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશની આશા વ્યક્ત કરી હતી. 

Live : ગુજરાતમાં પેટાચૂંટણીનો જંગ, 9 વાગ્યા સુધી સરેરાશ 9.5 ટકા મતદાન થયું 

કપરાડાના કોંગ્રેસના ઉમેદવાર વોટિંગ કરે તે પહેલા ઈવીએમ ખોટકાયું 
કપરાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરે તે પહેલા ઇવીએમ મશીન ખોટકાયું હતું. વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠાના મતદાન બુથ પર મશીન ખોટકાયું હતું. ટેકનિકલ સ્ટાફ બૂથ પર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈએ મતદાન માટે રાહ જોવી પડી હતી. કપરાડા બેઠક પર બેરમબાડા પ્રાથમિક શાળા ખાતે ખોટકાયેલ વીવીપેટ બદલવામાં આવ્યું હતું. ઝોલલ ઓફિસરે શાળા પર આવી વીવીપેટ બદલ્યું હતું. 47 મોકપોલ બાદ ખોટકાયું હતું. જેથી તાત્કાલિક બદલાયું હતું. 

મતદાનની પળેપળની અપડેટ અહી જુઓ Live :

  • મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઇવીએમ  ધાંધિયા જોવા મળ્યા. કાલિકા પ્લોટ વિસ્તારમાં ઇવીએમ મશીન હજુ પણ બંધ છે. તો સ્મિથ પ્રાથમિક સ્કુલમાં ૨૧૨ નંબરના બૂથમાં પણ ઇવીએમ બંધ હાલતમાં જોવા મળ્યા. બીજી તરફ, મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન કરવા કોંગી ઉમેદવાર જયંતિભાઇ પટેલ ઘરે પુજા કરીને પોતાના પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા. તો ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન સમયે બ્રિજેશ મેરજા અને તેમના પરિવારજનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

byelction_voting_zee4.jpg

  • કરજણના વેમારડી ગામે ઈવીએમ ખોટકાયું હતું. મતદારો લગભગ 30 મિનિટ સુધી કેન્દ્રની બહાર ઉભા રહ્યા હતા. છતા મતદાન શરૂ થયું ન હતું. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ લીલોડ ગામે મતદાન કરશે. આક્ષય પટેલે પરિવાર સાથે પૂજા અર્ચના કરી, વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા. ગામના હનુમાન મંદિરે પરિવાર સાથે દર્શન કરીન પોતે જંગી મતોના લીડથી જીત મેળવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો.
  • અબડાસામાં ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પણ મોટી વિરાણી ગામમાં મતદાન મથકમાં મતદાન કર્યું. મતદાન પહેલા તેઓએ કહ્યું કે, લોકોના સમર્થન બાદ મેં કોંગ્રેસ છોડ્યું હતું.  મતદારો વાસ્તવિકતા જાણે છે. મને વિશ્વાસ છે, સહકાર મળશે. તો નખત્રાણા પ્રાથમિક શાળામાં 307 નંબર બૂથમાં સવારે EVM ખોટવાયું હતું. જેથી કેન્દ્ર બહાર લોકોની લાંબી લાઈન  લાગેલી જોવા મળી. 

  • ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં કટોકટીની પરિસ્થિતિ છે, ત્યારે બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા સુરતથી મતદારોને  મેદાનમાં ઉતાર્યા છે. મતદાન માટે સુરતથી ખાનગી બસો દ્વારા મતદારોની ફોજ ઉતારાઈ છે. ધીરી સીટ જીતવાની ભાજપ કોંગ્રેસ દ્વારા શક્યત તમામ પગલા લેવાયા છે. 
  • ડાંગ પેટાચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત મતદાન કરવા માટે ઘરમાંથી નીકળ્યા હતા. સૂર્યકાંત ગાવિતે મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરીને પોતે 10 હજાર કરતા વધુ મતોથી જીતે તેવી આશા વ્યક્ત કરી હતી. 
  • byelction_voting_zee2.jpg

    • ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં સવારની પહોરમાં જ ઈવીએમ બંધ થયુ હતું. મતદાન શરૂ થયાની સાથે જ ઇવીએમ ખોટવાયું હતું બૂથ નંબર 203 માં ઇવીએમ મશીન બંધ થયું હતું. આ ઘટનાને પગલે ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા. 
    • કરજણ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ભરથાણામાં આવેલ હનુમાનજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કરવા નીકળ્યા હતા. તેઓએ મતદાન પહેલા મંદિરમાં  સૂર્યપૂજા કરી હતી.   

    ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો
    ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્નાની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી પંચ કાર્યાલયમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 900 કેમેરાથી સજ્જ મતદાન મથકો ઉપર સીધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મતદાન મથક ઉપર કોઈપણ જાતની ગડબડી થાય અથવા સોશિયલ distance નો ભંગ દેખાય તો અહીંથી આદેશ કરવામાં આવશે. સામાન્ય રીતે ક્રિટીકલ બુથ અને arrow દ્વારા કરવામાં આવી ભલામણોને આધારે વેબ કાસ્ટિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરથી સીધી રીતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના મોનિટરીંગમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 8 બેઠકોની પેટાચૂંટણી પર 8 થી વધુ કોમ્પ્યુટર દ્વારા વેબ કાસ્ટિંગની પળેપળની વિગતો મેળવવામાં આવી રહી છે. 

    મુખ્ય 16 ઉમેદવારો
    8 બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેની જંગ મોટી છે.  

    બેઠક              ભાજપ                          કોંગ્રેસ
    અબડાસા       પ્રદ્યુમનસિંહ જાડેજા        શાંતિલાલ સેંઘાણી 
    ધારી             જેવી કાકડિયા               સુરેશ કોટડિયા 
    કપરાડા         જીતુ ચૌધરી                  બાબુભાઈ વરઠા
    ગઢડા           આત્મરામ પરમાર         મોહન સોલંકી 
    લિબડી          કિરીટસિંહ રાણા            ચેતન ખાચર 
    મોરબી          બ્રિજેશ મેરજા               જયંતી પટેલ 
    ડાંગ              વિજય પટેલ                સૂર્યકાંત ગાવિત 
    કરજણ          અક્ષય પટેલ                કિરીટસિંહ જાડેજા 

    કોરોના પછી ગુજરાતમાં પ્રથમ ચૂંટણી, ખાસ ધ્યાન રખ્યું 
    કોરોના આવ્યા બાદ ગુજરાતની આ પ્રથમ ચૂંટણી છે. આવામાં સંક્રણણ ન ફેલાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે. કોવિડના કારણે 3400 થર્મલ ગન, 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક, 41 હજાર ફેસ શિલ્ડ, 41 હજાર હેન્ડ રબર ગ્લોવસ તથા મતદારો માટે 21 લાખ પોલિથીન ગ્લોવ્ઝની ખરીદી કરવામાં આવી છે. તો માસ્ક વગરના મતદારો માટે 3 લાખ માસ્ક પોલિંગ સ્ટાફને અપાશે. કોવિડ 19 પોઝિટિવ અને શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કીટ ઉપલબ્ધ થશે. કોવિડ ગાઇડલાઇન પ્રમાણે થર્મલ ગન, એન 95 માસ્ક 41 હજાર અને 85 હજાર સાદા માસ્ક રાખવામાં આવ્યા છે. 3026 મતદાન કેન્દ્રનું આજે સાંજે 5 વાગ્યા સુધી સેનિટાઈઝ કરવામાં આવશે. 
     

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news