Gujarat Budget 2024 : નમો નામથી ગુજરાત સરકારે નવી યોજનાઓની જાહેરાત કરી

Gujarat Budget 2024 : ગુજરાતના વર્ષ 2024-25 ના બજેટમાં નમો નામથી યોજનાઓની જાહેરાત કરી... મહિલા અને શિક્ષણ ક્ષેત્રે આ યોજનાઓ મૂકાઈ છે

Gujarat Budget 2024 : નમો નામથી ગુજરાત સરકારે નવી યોજનાઓની જાહેરાત કરી

Gujarat Budget 2024 Highlights : ગુજરાત સરકારના બજેટમાં અનેક નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ વખતના બજેટમાં રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી યોજનાઓ શરૂ કરી છે. નાણાં મંત્રીએ નમો નામથી નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાની જાહેરાત કરવામા આવી છે. 

નાણામંત્રીએ જાહેરાતમાં જણાવ્યું કે, ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સમાજના ચાર વર્ગો-જ્ઞાન (GYAN) એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષ પર ભાર મૂકેલ છે. આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે તે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે. 

નમો લક્ષ્મી યોજના
વિકસિત ગુજરાત @૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને "શિક્ષણને પ્રોત્સાહન આપવા હું "નમો લક્ષ્મી યોજના"ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીનીઓને -ધોરણ-૯ અને ૧૦ માટે વાર્ષિક ₹૧૦ હજાર તેમજ ધોરણ-૧૧ અને ૧૨ માટે વાર્ષિક ₹૧૫ હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ₹૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂરો કરશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. વધુમાં, આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં `૧૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.

નમો સરસ્વતી યોજના 
એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું “નમો સરસ્વતી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં `૧૦ હજાર અને ધોરણ-૧૨ માં `૧૫ હજાર મળી કુલ `૨૫ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે `૪૦૦ કરોડનો ખર્ચ થશે.   
     
નમો શ્રી યોજના
સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું “નમો શ્રી યોજના”ની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત SC, ST, NFSA, PM-JAY સહિતના ૧૧ જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને `૧૨ હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું `૭૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news