પાટીલનો જીતનો હુંકાર : આંધળા-લંગડાનું ગઠબંધન છે, બે ભેગા થઈને પણ ભાજપને નહિ હરાવી શકે

AAP-Congress Alliance : કોંગ્રેસ-AAPના ગઠબંધન પર સી.આર.પાટીલે કર્યા પ્રહાર.... AAP-કોંગ્રેસનું ગઠબંધન આંધળા-લંગડા જેવું છે.... તમામ 26 બેઠકો ભાજપ જંગી લીડથી જીતશે.

પાટીલનો જીતનો હુંકાર : આંધળા-લંગડાનું ગઠબંધન છે, બે ભેગા થઈને પણ ભાજપને નહિ હરાવી શકે

Gujarat Politics : લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ બેઠક આપને મળી છે. જેથી ભરૂચ લોકસભા બેઠક અંગેનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો વિવાદ પૂર્ણ થયો છે. તો બીજી તરફ, અહેમદ પટેલના પુત્ર અને પુત્રીના અરમાનો પર પાણી ફર્યુ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના નામ પર મહોર લાગી છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ અને આપ દિવાસ્વપ્નમાં રાચતા હોય તેવું સી. આર. પાટીલે કહ્યું છે. વિધાનસભામાં જે સ્થિતિ થઈ તે બાદ આમ આદમી પાર્ટીએ લોકસભામાં બે જ બેઠક પર લડવાનો નિર્ણય લઈ સારું કર્યું છે એવા પ્રહાર સી. આર. પાટીલે કહ્યું. સાથે જ તેમણે આ ગઠબંધનને લંગડા અને આંધળાના સંગમ સમાન ગણાવ્યું. આ ગઠબંધન સફળ નહીં થાય તેવું સી. આર. પાટીલે નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં લાગે છે
કોંગ્રેસ અને આપના ગઠબંધન પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીને કહ્યું કે, આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લોકસભાની બે સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતું કોંગ્રેસ અને આપ બંને દિવાસ્વપ્નમાં લાગે છે. 2022 માં લોકસભાની 7માંથી 4 બેઠકોની વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝીટ જમા થઈ હતી. ત્યારે હવે ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આપ પ્રયાસ કરી રહ્યું છે. ભાવનગર વર્ષોથી ભાજપની મજબૂત સીટ છે. 

આંધળા લંગડાનું ગઠબંધન
પાટીલે કહ્યું કે, એક ગામમાં આગ લાગી ત્યારે આંધળો અને લંગડાએ ગઠબંધન કર્યું તેવી આ સ્થિતિ છે. આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા. ત્યાર બાદ બંનેએ મંદિર બહાર ભિક્ષા માગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખા ભાગે વહેંચી લેતા. પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે તે સરખો ભાગ પાડતો નહિ. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું તેમ આપ અને કોંગ્રેસ બંને દિવાસ્વપ્ન જુએ છે. 

ભાજપ જ જીતશે 
પાટીલે આગળ કહ્યું કે, વિધાનસભામાં 126 બેઠકો પર આપની ડિપોઝીટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝીટ ગુમાવી હતી. 2022માં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે તેને લોકો જાણે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક લોકસભાની બેઠક 5 લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી પહેલા ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા, તેની કોઈ અસર થઈ નથી થઈ. હવે ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. ભાજપ 26 સે 26 લોકસભાની સીટ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ અને તેમને લોકોના પૂરા કરેલા વાયદા અનુસાર ચૂંટણી લડશે અને જીતશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news