મોટી સફળતા : ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી નાંખ્યું કોરોનાનું જીનોમ, સરકારે કરી જાહેરાત

કોરોના વાયરસ (corona virus) ના બદલાતા લક્ષણો અંગે આજે ગુજરાત સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તા તેમણે જણાવ્યું કે, ચીનના વુહનમા જે કોરોના વાયરસ હતો, તેનું ગુજરાતમાં રિસર્ચ કરાયું છે. તેમાં 3 નવા બદલાવ જોવા મળ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. આખરે સેન્ટરે (gujarat biotechnology research centre) કોરોનાનું શસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી જલ્દી જ મુક્તિ મળી શકશે. તો બીજી તરફ, CMOના ટ્વિટર પેજ પર કોરોનાના આ અપડેટ ગુજરાતવાસીઓને આપી દેવાયા છે.

મોટી સફળતા : ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી નાંખ્યું કોરોનાનું જીનોમ, સરકારે કરી જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના વાયરસ (corona virus) ના બદલાતા લક્ષણો અંગે આજે ગુજરાત સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તા તેમણે જણાવ્યું કે, ચીનના વુહનમા જે કોરોના વાયરસ હતો, તેનું ગુજરાતમાં રિસર્ચ કરાયું છે. તેમાં 3 નવા બદલાવ જોવા મળ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. આખરે સેન્ટરે (gujarat biotechnology research centre) કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી જલ્દી જ મુક્તિ મળી શકશે. તો બીજી તરફ, CMOના ટ્વિટર પેજ પર કોરોનાના આ અપડેટ ગુજરાતવાસીઓને આપી દેવાયા છે.

હવે વેક્સીન સરળતાથી શોધી શકાશે 
ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ચૈતન્ય જોશીએ જણાવ્યું કે, જીનોમ રિસર્ચના કારણે દવાઓના સંશોધનમા સફળતા મળવામાં મદદરૂપ થઇ શકે છે. બેક્ટેરિયા અને વાયરસ પોતાની સંરચના સતત બદલતા હોય છે. અમે અભ્યાસ શરુ કર્યો છે. વાયરસ સ્ટડી કરીએ તો બદલાવની સામે વેક્સીન બનાવવા સરળતા રહેશે. દવા અસરકારક રહેશે તો મદદરૂપ થશે. અમે 100 જેટલા વાયરસનું રિસર્ચ કરીશું. અમારા રિસર્ચ મુજબ, વાયરસમાં 9 બદલાવ જોવા મળ્યા છે. જેમાંથી 3 બદલાવ તદ્દન નવા જોવા મળી રહ્યા છે.

એક જ દિવસમાં 35 નવા કેસ સાથે સુરતમાં કોરોનાનો વિસ્ફોટ   

વિશ્વના વાયરસ કરતા ગુજરાતના વાયરસ અલગ
તો આસિસ્ટન્ટ ડાયરેક્ટર માધવી જોશીનું કહેવુ છે કે, જીનોમ સિક્વન્સ એ પ્રથમ પગલું છે, વધુ રિસર્ચ 3 દિશામાં રિસર્ચ થશે. રસી બનાવવામાં શું ફાયદો, વાયરસ ગુજરાતમાં કયા પ્રકારના વધુ છે તે દિશામાં આ સંશોધન ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં મળેલા વાયરસ કરતા ગુજરાતમાં મળેલા વાયરસ અલગ છે. વાયરસ જાતે ટકી રહેવા માટે બદલાવ કરતા હોય છે. બદલાવના કારણ માટે રિસર્ચ વધુ થશે. હાલ નિદાન માટે કીટ બનાવવાનો પ્રયાસ ચાલુ છે. પણ રિસર્ચથી એ પણ જાણી શકાશે કે, વાયરસમાં કઈ દવા ઉપયોગ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news