Gujarat: 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, આ તારીખ સુધી રહેશે અમલ

સરકારે રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપવામાં આવી છે, ત્યારે રાજ્યમાં 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઇ છે.

Gujarat: 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, આ તારીખ સુધી રહેશે અમલ

ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપવામાં આવી છે, ત્યારે રાજ્યમાં 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઇ છે. 28 ઓગસ્ટ સુધી 8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રી કર્ફ્યુ અમલ રહેશે. 

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય કોર કમિટીમાં લેવામાં આવ્યો હતો.

ગત 30 જુલાઇએ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી નાગરિકો છૂટ આપી હતી જે નીચે મુજબ છે. 

- રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત. 
- 8 મહાનગરોમાં હવે રાત્રે 11 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યૂ
- ખુલ્લા અથવા બંધ સ્થળે લગ્ન પ્રસંગમાં 150 લોકોની મર્યાદા
- રાજ્યમાં લગ્ન પ્રસંગો માટે ઓનલાઈન મંજૂરી લેવી જરૂરી
- રાજ્યમાં અંતિમવિધિ માટે 40 લોકોની મંજૂરી આપવામાં આવી
- ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક કાર્યક્રમોમાં 400 લોકોની છૂટ
- ગણેશ મહોત્સવમાં 4 ફૂટ સુધીની મૂર્તિની સ્થાપનાને મંજૂરી
- સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ 400 લોકોને છૂટ આપવામાં આવી
- આવા કાર્યક્રમોમાં બંધ સ્થળોએ પણ 400 વ્યક્તિઓની છૂટ
- શૈક્ષણિક સંસ્થાઓ SOP સાથે ચાલુ રહેશે, નિયમ પાલન જરૂરી
- રાજ્યભરમાં 60 ટકા ક્ષમતા સાથે જીમ ખુલ્લા રહેશે
- રાત્રે 9 વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લી રાખી શકાશે
- હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ
- રાજ્યમાં સ્પા ખોલવાની હજુ મંજૂરી નહીં, સ્પા બંધ રહેશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news