ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ઓખાના દરિયામાં પાર પાડ્યું મોટું ઓપરેશન, DGP આશિષ ભાટિયાએ કર્યા ખુલાસા!
ઓખાના દરિયામાંથી 300 કરોડથી વધુનું ડ્રગ્સ મામલે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ઇન્ટર એજન્સી કોર્ડીનેશન દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશનની જે એમ પટેલ એટીએસ પીઆઇને માહીતી મળી હતી.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ/કચ્છ: કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદ નજીક એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઓખાના દરિયામાંથી 280 કરોડથી વધુનું 40 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાપ્યું હતું. આ સાથે જ બોટમાં સવાર 10 પાકિસ્તાનીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. ડ્રગ્સની સાથે 6 વિદેશી હથિયાર, 12 મેગેઝીન, 120 કારતુસ ઝડપાયા હતા. આ મામલે આજે (મંગળવાર) DGP પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વના ખુલાસા કર્યા છે.
DGP આશિષ ભાટિયાની પ્રેસ કોન્ફરન્સ
ઓખાના દરિયામાંથી 280 કરોડથી વધુનું ડ્રગ્સ મામલે DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ઇન્ટર એજન્સી કોર્ડીનેશન દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશનની જે એમ પટેલ એટીએસ પીઆઇને માહીતી મળી હતી. ડ્રગ્સ સાથે વેપન્સની ડિલિવરીની પણ માહિતી મળી હતી. દરિયાકાંઠેથી 1992 બાદ પ્રથમ વાર વેપન પકડાયા છે. આ વખતે પણ બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે જણાવ્યું કે, આવા ઓપરેશન જોખમ ભર્યા હોય છે. તેમ છતાં ઓખા પોર્ટથી 140 નોટીકલ માઇલ જઇ ઓપરેશન પુર્ણ કર્યુ હતું.
DGP આશિષ ભાટિયાએ ઉમેર્યું હતું કે, પાંચથી છ દિવસ સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં એક ખુલાસો થયો છે કે ગેસ સીલન્ડરમાં વેપન રાખવામાં આવ્યા હતા. બોટમાં વપરાતા ગેસના બોટલમાં વેપન હતા. અલ સોહિલી નાનમી બોટમાંથી સમગ્ર મુદ્દામાલ પકડાયો છે. એટલું જ નહીં, પાકિસ્તાનના બલુચિસ્તાનના 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે 300 કરોડનો મુદ્દામાલ હતો. જે હાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી ઇટાલીયન મેડની પીસ્ટલ મેગઝીન અને કારતુસ પકડાયા છે. બોટને સમુદ્રમાંથી બહાર લવાઇ રહી છે. લેન્ડીગ થતાં પહેલાં જ હથિયારો પકડવામાં સફળતા મળી છે. ટીમને પાંચ દિવસ સુધી દરિયામાં રહેવુ પડ્યું હતું. 2022 માં છ કેસ અને 4374 કરોડના ડ્રગ્સ પકડાયું છે.
DGP આશિષ ભાટિયાએ જણાવ્યું કે, વર્ષ 2021 ની સરખામણીએ ત્રણ ગણુ ડ્રગ્સ અને બમણા આરોપી પકડ્યા છે. આરોપીઓ પાકિસ્તાન અને અફઘાનીસ્તાનના નાગરિકો હોવાનું ખુલ્યું છે. પરંતુ તેમની બોટમાંથી ઝડપાયેલા વેપન કોણે મંગાવ્યા અને કોણે આપવાના હતા એ હજુ સ્પષ્ટ થયુ નથી. પકડાયેલા આરોપીઓની પુછપરછ અને મોબાઇલ ડેટા એનાલીસીસ થઇ રહ્યા છે. જેના એનાલીસીસ બાદ તે દિશા સ્પષ્ટ થશે.
નોંધનીય છે કે, જો કે ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો મળવો એ કોઈ નવાઈની વાત નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી સરહદની પેલે પાર બેઠેલા લોકો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા રહે છે. પરંતુ ભારતીય જવાનોની સતર્કતાને કારણે તેના મનસુબા પાર પડતા નથી. પરંતુ આ વખતે ચોંકાવનારી વાત એ છે કે, 10 પાકિસ્તાની લોકો પણ ઝડપાયા છે. અલ્સોહલી બોટમાંથી 10 પાકિસ્તાની ઝડપાયા છે. ગુજરાત એટીએસએ 10 પાકિસ્તાનીને ઝડપી પાડ્યા છે. બોટમાંથી 40 કિલો હેરોઈન ઝડપાયું છે.
ગુજરાત ATS દ્વારા 2019થી અત્યાર સુધીના કેસ
- માદક પદાર્ષો મુદ્દે વર્ષ 2019માં 100 કિલો જથ્થો ઝડપાયો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 500 કરોડ હતી. જેમાં 11 આરોપીઓ ઝડપાયા હતા. જેમાં 9 ઈરાની અને 1 અફઘાની વ્યક્તિ હતો.
- વર્ષ 2022માં 35 કિલો જથ્થો ઝડપાયો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 175 કરોડ હતી. આ કેસમાં 6 ઝડપાયા હતા, જેમાં 5 આરોપીઓ પાકિસ્તાની હતા.
- 2021માં 292.236 કિલો જથ્થો ઝડપ્યો હતો. જેની કિંમત 1461.18 કરોડ હતી. આ ઘટનામાં કુલ 36 આરોપીઓ ઝડપ્યા હતા. જેમાં 7 ઈરાની, 6 પાકિસ્તાની અને 1 નાઈજીરીયનનો સમાવેશ થતો હતો.
- 2022માં હેરોઈન 471.294 અને મેફેડ્રોન 294.976 કિલો જથ્થો ઝડપ્યો. જેની આંતર રાષ્ટ્રીય કિંમત અનુક્રમે 2552.47 અને 1732.9 હતી. આ ઘટનામાં કુલ 63 લોકોને દબોચ્યા હતા. જેમાંથી 38 પાકિસ્તાની અને 4 અફઘાની હતા.
ગુજરાત ATS એ બાતમીના આધારે આજ સુધી માદક પદાર્થો મુદ્દે કરવામાં આવેલ કેસ
- તારીખ 24-04-2022 એ મુદ્રામાંથી 205.6 કિલ્લો જથ્થો ઝડપાયો હતો. જેની બજાર કિંમત 1028 કરોડ હતી.
- તારીખ 26-04-2022 એ દિલ્હી, મુઝફ્ફરનગરમાંથી 85 કિલો જથ્થો ઝડપ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 425 કરોડ હતી. આ ઘટનામાં કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
- તારીખ 29-04-2022 એ પીપાવાવ પોર્ટ પરથી 90 કિલો જથ્થો ઝડપ્યો હતો. જેની કિંમત 450 કરોડ હતી.
- તારીખ 03-09-2022 એ દિલ્હી ક્રાઈમ બ્રાચે 4 કિલો માદક પર્દાથનો જથ્થો ઝડપ્યો હતો, તેની કિંમત 20 કરોડ હતી. આ કેસમાં 1 વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
- તારીખ 09-09-2022 સેન્ચુરી સીએફએસ, કોલકાતાથી 39.565 કિલોનો જથ્થો ઝડપ્યો હતો. જેની બજાર કિંમત 197.825 કરોડ હતી.
- આ સાથે જ 2022ની વર્ષમાં કુલ 5 લોકોની ઘરપકડ સાથે ટોટલ 424.165 કિલો જથ્થો ઝડપ્યો હતો અને તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2120.825 કરોડ રૂપિયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે