Ahmedabad: ગુજસીકોટના ગુનામાં નાસતા-ફરતા આરોપીની ગુજરાત ATS એ યૂપીથી કરી ધરપકડ

ગુજરાત એટીએસની ટીમે ગુજસીકોટના ગુનામાં નાસતા-ફરતા આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે.

Ahmedabad: ગુજસીકોટના ગુનામાં નાસતા-ફરતા આરોપીની ગુજરાત ATS એ યૂપીથી કરી ધરપકડ

મૌલિક ધામેચા, અમદાવાદઃ ગુજરાત એટીએસની ટીમે ગુજસીકોટના ગુનામાં નાસતા-ફરતા આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ લાલગેટ, કતારગામ અને વરાછા પોલીસ સ્ટેશનના કેસ પણ નોંધાયેલ છે, જે હવે  ઉકેલાશે. તો પકડાયેલા આરોપી કપિલ ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ સામે ઉત્તરપ્રદેશમાં પણ વાહન ચોરી અને છેતરપિંડીના બે ગુનાઓ પણ નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

આરોપીને પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે ગુજરાત  ATS ટીમ દ્વારા જનસઠ, જી. મુઝફ્ફરનગર ઉત્તરપ્રદેશ ખાતે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાં આવી છે. પકડાયેલો આરોપી કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ લાલગેટ પોલીસ સ્ટેશનમાં મમ્મુ ચાદમોહમ્મદ હાંસોટી ફાયરીંગ તથા ખૂનની કોશીશના ગુનામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં 20 કરોડના હીરાની ઘાડના ગુનામાં અને વરાછા પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પકડાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 

સાથે સાથે આરોપી કપિલકુમાર ઉર્ફે પોપીન વિરૂધ્ધ ઉત્તરપ્રદેશ ખાતે વાહન ચોરી તથા છેતરપિંડીના પણ બે ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news