Big Operation : ગુજરાતના દરિયાથી પકડાયું 200 કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું

Gujarat ATS Big Operation : ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું સફળ ઓપરેશન... મધ દરિયેથી 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 શખ્સની કરી ધરપકડ... ATSએ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન પાર પાડ્યુ...

Big Operation : ગુજરાતના દરિયાથી પકડાયું 200 કરોડનું ડ્રગ્સ, પંજાબની જેલમાં બંધ આરોપીએ મંગાવ્યું હતું

ઉદય રંજન/અમદાવાદ :ડ્રગ્સ મામલે હવે ગુજરાતનું તંત્ર એક્ટિવ બન્યું છે. ગૂજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી અંદાજે 200 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. ડ્રગ્સ સાથે કુલ 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે.  

મધદરિયેથી 40 હેરોઈનના પેકેટ મળ્યાં

ગુજરાત ATS એ વધુ એક વખત ડ્રગઝ માફિયાઓ પર તવાઈ બોલાવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. IMBL પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની શખ્સો પકડાયા છે. આ ડ્રગ્સનો જથ્થો પંજાબની જેલમાં બંદ એક નાઝીરિયન આરોપીએ મંગાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતની દરિયાઈ સીમાની અંદર કેટલાક નોટિકલ માઇલ્સ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ ઓપરેશમાં કુલ છ પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી એક બોટ પણ કબજે કરાઈ છે. તમામ પાસેથી કુલ 40 હેરોઇનના પેકેટ મળી આવ્યા છે. 

ગુજરાત ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની ગયું છે. છેલ્લા બે વર્ષમાં ગણ્યા ગણાય નહિ તેટલુ ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સ માટે કુખ્યાત બની ગયો છે. ડ્રગ્સ માફિયાઓ માટે આ ગુજરાતનો દરિયો જાણે માફક આવી ગયો હોય તેમ અહીં ડ્રગ્સનો વેપલો થાય છે. આ કારણે જ ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નિશાના પર આવ્યું છે. 

ડ્રગ્સ મુદ્દે કેજરીવાલે ભાજપ સરકારને ઘેર્યા હતા

બે દિવસ પહેલા જ ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે ડ્રગ્સને લઈને ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. ડ્રગ મામલે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયા કિનારાથી ડ્રગ સમગ્ર દેશમાં જાય છે. પ્રસાશનની મિલીભગત વગર ડ્રગ પહોંચી જ ના શકે. હાલ પકડાયેલું ડ્રગ્સ 22 હજાર કરોડનું છે, તો નહીં પકડાયેલું ડ્રગ્સ કેટલું હશે? ગુજરાતમાં એક પોર્ટ ઉપર હજારો કરોડનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટર દરિયાઈ કાંઠો આવેલો છે. આ દરિયા કાંઠામાંથી ડ્રગ્સ માફિયા, એન્ટી નેશનલ એલિમેન્ટ, સમગ્લર માટે પ્રવેશ કરવું સરળ બની જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news