અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ; કામ વગર બહાર નીકળશો તો મર્યા સમજો, AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

સોમવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું 41.6 ડીગ્રી, રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં કાલથી 5 દિવસ ઓરેન્જ એલર્ટ; કામ વગર બહાર નીકળશો તો મર્યા સમજો, AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

ઝી બ્યુરો/અમદાવાદ: કમોસમી વરસાદના માર બાદ હવે ગુજરાતીઓને ગરમીમાં સેકાવાનો વારો આવવાનો છે. હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતભરમાં ગરમીનો પારો વધ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી એની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ORSનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. 

તમને જણાવી દઈએ કે, સોમવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું 41.6 ડીગ્રી, રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી કેર વર્તાવશે. હવામાન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુક્ત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદમાં આગામી 5 દિવસ ખુબ જ ભારે રહેવાના છે. ઓરેન્જ એલર્ટ જાહેર થતાં તાપમાનનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની આગાહી કરાઈ છે. 10 અને 11 તારીખે મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે. ગરમીને પગલે AMC હેલ્થ વિભાગ દ્વારા નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે. બપોરના સમયે અગત્યના કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે. સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ન આવવા પણ ખાસ સૂચન કરવામાં આવ્યું છે. બને ત્યાં સુધી સમગ્ર શરીર ઢંકાયેલું રહે એ મુજબના કપડાં પહેરવા સૂચન પણ આપવામાં આવ્યું છે.

બીજી બાજુ, AMCના તમામ અર્બન હેલ્થ સેન્ટર સહિત અન્ય સ્થળોએ ORS પેકેટની વ્યવસ્થા કરાઈ છે. એસીવાળા વરાવરણમાંથી સીધા બહાર જનારા લોકો માટે હિટ સ્ટ્રોકનો ખતરો વધારે હોય છે. જેથી અતિશય માથું દુખવું, શરીરમાં કળતર, ઝાડા થવા અને ચક્કર આવવા એ હિટ સ્ટ્રોકના લક્ષણો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news