RTE માં એડમિશન અપાવવા માટે શાળા નખરા કરે આ નંબર પર તાત્કાલિક ફોન કરજો

Agent For RTE Admission : આરટીઈમાં પ્રવેશમાં કોઈ તકલીફ થાય તો અમદાવાદ ડીઈઓ દ્વારા સારથી હેલ્પલાઈન શરૂ કરાઈ છે, જ્યાં મળશે તમામ પ્રકારની મદદ 
 

RTE માં એડમિશન અપાવવા માટે શાળા નખરા કરે આ નંબર પર તાત્કાલિક ફોન કરજો

RTE Adimission : થોડા સમય પહેલા રાઈટ ટુ એજ્યુકેશનમાં એડમિશન અપાવવા માટે એજન્ટ્સ સક્રિય થયા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારે હવે જો RTE માં ફાળવાયેલી શાળાઓ પણ એડમિશન આપવા આનાકાની કરે તો તમે ફરિયાદ કરી શકો છો. આ માટે અમદાવાદ ડીઈઓ દ્વારા એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ડીઈઓ દ્વારા સારથી હેલ્પલાઈન શરૂ કરાઈ છે, જ્યા વાલીઓ ફરિયાદ કરી શકે છે. 

અમદાવાદ DEO દ્વારા વાલીઓના હિત માટે એક હેલ્પલાઈન સેવા શરૂ કરાઈ છે. આ અંતર્ગત જો કોઈ સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો વાલીઓ આ હેલ્પલાઈન પર સંપર્ક કરીને ફરિયાદ કરી શકે છે. આ માટે સારથી હેલ્પલાઈન શરૂ કરાઈ છે. જેમાં 9909922648 નંબર આપવામાં આવ્યો છે. જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. ખાસ કરીને કોઈ શાળા એડમિશન આપવા ના પાડે તો તાત્કાલિક આ નંબર પર ફોન કરી દેવો. 

રાઈટ ટુ એજ્યુકેશનમાં એજન્ટ રાજ 
રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર હેઠળ બાળકને શાળામાં પ્રવેશ અપાવવામાં પણ એજન્ટ રાજ વ્યાપી ચૂક્યું છે.  RTEમાં એડમીશન અપાવવાના નામે એજન્ટો સક્રિય થયા છે. RTE CAFE નામની આ વેબસાઈટ તેનો પુરાવો છે. પરંતું RTE પ્રવેશ માટે એજન્ટ દેખાય તો DEO ને ફરિયાદ કરી શકાશે. કોઈની સાથે નાણાંની લેવડ-દેવડ ન કરવા શિક્ષણ વિભાગે અપીલ કરી છે. મનગમતી સ્કૂલમાં પ્રવેશ માટે રૂપિયા આપવાની કોઈ જરૂર નથી તેવુ પણ કહ્યું. હેલ્પલાઈન નંબર 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરી શકાશે.   

આરટીઈમાં પ્રવેશ અપાવતી નકલી વેબસાઈટ વાલીઓે તેમના બાળકોનું RTE હેઠળ એડમીશન અપાવવાની લાલચ આપે છે. હેતલ સોની નામની વ્યક્તિ RTE CAFE નામની આ વેબસાઈટની સ્થાપક હોવાનું જણાવાયું છે. વેબસાઈટ પર એક યુવતીનો ફોટો પણ છે. 

વેબસાઈટ પર ફોર્મ કન્ફર્મ કરાવવાથી લઈને શાળામાં એડમિશન અપાવવા સુધીની 100 ટકા ગેરન્ટી આપવામાં આવે છે. વેબસાઈટ પર દાવો કરાયો છે કે 6 વર્ષમાં એક પણ ફોર્મ રિજેક્ટ નથી થયું. મનગમતી શાળામાં એડમિશન કરાવવાની ફી પેટે ૩ હજાર રૂપિયાની પણ માગણી કરવામાં આવે છે. જો પ્રવેશ ના મળે તો 1800 રૂપિયા પરત આપવાનો પણ દાવો કરાય છે. 

આ સમગ્ર બાબત સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. શિક્ષણ અધિકારીનું માનીએ તો આ પ્રકારની વેબસાઈટ પર કરાયલા દાવા ખોટા છે. આ પ્રકારની લાલચમાં ન ફસાવવા અને લેભાગુ તત્વોથી દૂર રહેવા વાલીઓને અપીલ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news