Earthquake 2001: ગુજરાત ઈતિહાસ માટે કાળમુખો દિવસ, જાણો ભૂંકપના 20 વર્ષ બાદ કેટલું બદલાયું કચ્છ
વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો.
Trending Photos
યશ કંસારા, અમદાવાદ: વર્ષ 2001માં 26 જાન્યુઆરીનો દિવસ કોઈ પણ ગુજરાતી માટે ભૂલવો આસાન નથી. આ દિવસે ગુજરાતમાં અનેકો જગ્યાઓ પર ધરા ધ્રુજી ઉઠી હતી અને પછી મચ્યો હતો મોતનો તાંડવ. પરંતુ કચ્છમાં ભૂકંપના કારણે ચારેકોર બસ જોવા મળ્યા હતા તબાહીના દ્રશ્યો. કચ્છના ભયાનક ભૂકંપના 20 વર્ષ વિતી ગયા છે. પરંતુ એ ભૂંકપની હોનારતને આજે પણ કચ્છવાસીઓ ભૂલી નથી શક્યા.આજે પણ એ ભૂકંપના દ્રશ્યો યાદ કરતાની સાથે લોકોની આંખમાથી આંસુ વહેવા લાગે છે.
કચ્છ એક ઐતિહાસીક શહેર છે જ્યાં પરંપરા તેની હવામાં છે. કચ્છ પોતાની સંસ્કૃતિ અને ધાર્મિકતા માટે ઓળખાય છે. ત્યારે, રોજ સવારે અહીં મંદિરોમાં થતા ઘંટનાદથી લોકો જાગે છે. 26 જાન્યુઆરી 2001 ભારતનું 52મો ગળતંત્ર દિવસ હતો.કચ્છમાં એ દિવસની શરૂઆત પણ કઈ આવી જ હતી.મંદિરોમાં ઘંટનાદ અને શાળાઓમાં ધ્વજવંદનથી લોકો ખુશ હતા. પરંતુ કોઈએ સ્વપ્નમાં પણ એ નહોંતું વિચાર્યં કે આ દિવસનો અંત 1 લાખ 2 હજાર 37 લોકોના આસુંઓ સાથે થશે. સવારે 8.45 વાગ્યે જ્યારે લોકો ઘરમાં ચા નાસ્તો કરતા હતા. બાળકો શાળાઓમાં ધ્વજવંદન કરતા હતા. ત્યારે, અચાનક 22 સેકન્ડ માટે 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને પુરા કચ્છને રોવડાવી ગયો હતો. ભચાઉ તાલુકાથી 12 કિલો મીટર દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલા ભૂકંપે 700 કિમી સુધીના વિસ્તારને અસર કરી હતી. જેમાં 20 હજાર લોકો મોતને ભેંટ્યા હતા. જ્યારે અંદાજે 1.50 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.અને આ કાળમુખા ભૂકંપમાં 4 લાખ જેટલા મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા.
700 કિલોમીટર અને 182 તાલુકાની ધજા ધ્રુજી
ભૂકંપના કારણે 700 કિમી સુધીના વિસ્તારમાં આવેલા 182 તાલુકાઓ પર અસર થઈ હતી. જેમાં અંદાજે 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા થયા હતા. 238 કિલોમીટર દૂર આવેલા અમદાવાદ અને 357 કિલોમીટર દૂર આવેલા સુરતમાં પણ ભૂકંપના કારણે તબાહી મચી હતી. અમદાવાદમાં 81 બ્લિડીંગો પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી.જેમાં 752 લોકો મૃત્યુ પામ્યા હતા. સુરતમાં પણ હરેકૃષ્ણ નામની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી જેમાં 8 લોકોના કરૂણ મોત થયા હતા.જો કે આ વાતને 20 વર્ષ વિતી ગયા છે.છતા લોકો આ ભયાનક ઘટનાને ભૂલી નથી શક્યા.
પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટી કચ્છના ફરી બેઠું કર્યું
આ ભૂકંપ બાદ તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈ અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જે વિકાસની રૂપરેખા તૈયારી કરી હતી. જેના મીઠા ફળ હવે મળી રહયા છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છ રણોત્સવ અને ઉદ્યોગોમાં મુંદરા, અદાણી પોર્ટનો વિકાસ તેનો બોલતો પુરાવો છે. નેપાળ સહિત જ્યાં પણ 2001 પછી ભૂકંપ આવ્યા છે, ત્યાં કચ્છના પુનર્વસન મોડેલને અપનાવાયું છે. આજે કચ્છ 2 લાખ કરોડના મૂડીરોકાણ સાથે વિશ્વમાં ચમકે છે. તો 10 લાખ મેગા વોટ વીજળી ઉત્પાદન થાય છે. બંદરીય પરીવહનમાં કચ્છનો હિસ્સો 30 ટકા છે અને કંડલાનું દિનદયાલ પોર્ટ દેશમાં નંબર વન પોર્ટ છે. આમ હાલ કચ્છ વિકાસના હાઈવે પર પુરપાટ દોડી રહ્યુ છે.
ભકંપને નજરે જોનાર પત્રકારની સંવેદના
"26 જાન્યુઆરી 2001ના રોજ હું સવારે પોતાના ઘરે હતો. ત્યારે અચાનક મને કંપારી અનુભવાઈ. ત્યારે મને અંદાજ આવી ગયો કે આ ભૂકંપ છે. કેમ કે અગાઉ પણ ભૂકંપની અનુભુતી કરી હતી. મે મારા રિપોર્ટરને આ વિશે જાણ કરી અને અમે લોકો ત્યારબાદ અમદાવાદના રાણીપ ખાતે પહોંચ્યા જ્યાં એક ઈમારત ધરાશાઈ થઈ હતી. અને આ ઘટનામાં એક દંપત્તિ ઈમારતની નીચે દબાઈ હતી. ત્યાર પછી અમને સમાચાર મળ્યા કે અમદાવાદના માનસી પાસે પણ ગમખ્વાર ઘટના બની છે. અમે ત્યાં કવરેજ માટે ગયા અને જોયું તો સમગ્ર ઈમારત જ જમીનદોસ્ત થઈ ચુકી હતી. પછી રાત્રે 11 વાગ્યે જેવી અમને ખબર પડી હતી કે સૌધી વધુ ખરાબ પરિસ્થિતી કચ્છની છે. અને અમે બીજા દિવસે સવારે એરફોર્સના M17 ચોપરમાં કચ્છ માટે નીકળ્યા હતા. આશરે 45 મીનિટ બાદ અમે કચ્છ પહોંચ્યા હતા અને આકાશમાંથી જોતા કચ્છમાં જ્યાં જુઓ ત્યાં બસ તબાહી જ જોવા મળી હતી.ચારેકોર માત્ર ને માત્ર ચિસ્સો જ સંભળાઈ રહી હતી.કચ્છમાં કવરેજ કરીને રાત્રે ઘરે પહોંચ્યા હતા. ત્યારે આ દ્રશ્યોની મનમાં બેસી ગયા હતા." સુબોધ વ્યાસ, સીનીયર કેમેરામેન ઝી ન્યુઝ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે