નવરાત્રિ માટે સરકારની મોટી જાહેરાત, 9 દિવસ હોટલો માટે અપાઈ મોટી છૂટ

Navratri 2022 : નવરાત્રિમાં 12 વાગ્યા પછી પણ હોટલ ખુલ્લી રાખી શકાશે... ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં કરી મોટી જાહેરાત.. હર્ષ સંઘવીની જાહેરાતથી ખેલૈયાઓ અને હોટલ માલિકોને રાહત..

નવરાત્રિ માટે સરકારની મોટી જાહેરાત, 9 દિવસ હોટલો માટે અપાઈ મોટી છૂટ

ગાંધીનગર :નવરાત્રિને હવે બે દિવસ બાકી છે, ત્યારે ગુજરાત સરકારે નાગરિકોને મોટી છૂટ આપી છે. હવે ગરબા ગ્રાઉન્ડ પરથી નીકળ્યા બાદ લોકોને ભૂખ્યા રહેવાની જરૂર નહિ પડે. કારણે કે, સરકારે નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. ગૃહ રાજ્યમંત્રીએ જાહેરાત કરી કે, નવરાત્રિમાં ગરબા પૂર્ણ થયા બાદ રાત્રીના 12 પછી પણ હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ન માત્ર ખેલૈયાઓ અને હોટલ માલિકોને રાહત મળી છે. 

25 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે હવે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે. બે વર્ષ બાદ માંડ ગરબા કરવા મળે છે ત્યારે સરકારે રાત્રે 12 વાગ્યા પછી હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે, ગરબા પૂર્ણ થયા બાદ રાત્રે 12 વાગ્યા પછી હોટલ ખુલ્લી રહેશે. નવરાત્રિમાં 12 વાગ્યા પછી હોટલ ખુલ્લી રાખી શકાશે.

સરકારની આ જાહેરાતથી ખેલૈયાઓએ ખુશી વ્યક્ત કરી. ખેલૈયાઓએ કહ્યું કે, કોરોના બાદ જનજીવન માંડ થાળે પડ્યુ છે. આવામાં પહેલીવાર ગરબા રમવા મળી રહ્યાં છે. તેથી સૌથી મોટી મૂંઝવણ એ હતી રાત્રે વાગ્યા પછી ખાવા ક્યાં જવુ. લોકો ગરબા રમીને થાક્યા હોય, ભૂખ લાગી હોય આવામાં હોટલ ખુલ્લી ન હોય તો લોકોને ઘરે જવુ પડતું. હવે જ્યારે હોટલોને છૂટ મળી છે તો અમને ભૂખ્યા ઘરે જવુ નહિ પડે.

ગઈકાલે 12 વાગ્યા સુધી રમવાની મંજૂરી આપી હતી 
કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજ્ય સરકારે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી હતી. આ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરીને જાણકારી આપી હતી. જેમાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના 9 દિવસ દરમિયાન રાત્રીના 10 થી રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news