GTUએ પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરી, 23 જુલાઈ સુધી વિદ્યાર્થીએ વિકલ્પ પસંદ કરવાનો રહેશે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે. યુજી, પીજી અને ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની રહેશે. કોરોના મહામારીમાં GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાશે. ઓનલાઈન પરીક્ષા 30 જુલાઈએ લેવાશે, જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા ના આપવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.
હાઈકોર્ટની વાલીઓને મોટી રાહત, જ્યાં સુધી શાળા ખૂલશે નહિ, ત્યાં સુધી ફી ભરવાથી મુક્તિ
ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપવા માગતા અથવા ના આપી શકતા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર મહિનામાં સ્પેશિયલ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે. 70 મિનિટમાં 56 MCQ પરીક્ષામાં પૂછાશે. ઓનલાઈન, ઓફલાઈન કે સ્પેશિયલ પરીક્ષામાંથી કોઈ એક વિકલ્પ 23 જુલાઈ સુધીમાં વિદ્યાર્થીએ પસંદ કરવાનો રહેશે. 23 જુલાઈ સુધીમાં વિદ્યાર્થી વિકલ્પ પસંદ ના કરે તો ઓટોમેટિક સપ્ટેમ્બરમાં યોજાનારી સ્પેશિયલ પરીક્ષામાં તેનો સમાવેશ કરાશે.
સુરતમા જેઠ અને નાના ભાઈની પત્નીએ સંબંધો લજવ્યા, પ્રેમ થતા ભાગી ગયા...
- ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ અથવા મોબાઈલ દ્વારા વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે.
- લેપટોપ અમે ડેસ્કટોપમાં વિન્ડોઝ 7 અથવા તેના કરતાં ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી તો ટેબ્લેટમાં એન્ડ્રોઇડ 6 અથવા તેના કરતાં ઉપરનું વર્ઝન જરૂરી રહેશે.
- ઓનલાઈન પરીક્ષા માટે 512 kbps ઈન્ટરનેટની સ્પીડ હોવી જરૂરી છે.
- સાથે જ ફરજીયાત કેમેરો રાખવો પણ જરૂરી બનશે.
- પ્રિ ચેક ટ્રાયલ ટેસ્ટ તમામ ઓનલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની લેવાશે.
- ત્યાર બાદ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લોગઈન આઈડી આપવામાં આવશે.
- 512 kbps ઈન્ટરનેટ સ્પીડ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવશે.
- ઓનલાઈન પરીક્ષા ચાલુ હોય અને ઈન્ટરનેટ ડિસ્કનેક્ટ થાય તેવી સ્થિતિમાં જ્યાંથી ડિસ્કનેક્ટ થયું હશે નેટ તે જ સ્થિતિમાં ફરી કનેક્ટ થઈ શકાશે. પરંતુ 70 મિનિટના સમયમાં કોઈ વધારાનો સમય નહિ ફાળવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે