મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અટવાયા

અરવલ્લી જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આજે ત્રીજો દિવસ છે. સવારે 11 વાગ્યા સુધીમાં અત્યારસુધી કુલ 4 લાખ 70 હજાર 576 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. 
મગફળી વરસાદી પાણીમાં કોહવાઈ રહી છે, ત્યારે અરવલ્લીના ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અટવાયા

સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ખરીદી કરવા મગફળી નોંધણી કેન્દ્રો શરૂ કરાયા છે, ત્યારે ઓનલાઇન નોંધણીમાં સર્વર ડાઉન થવાથી હજારો ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આજે ત્રીજો દિવસ છે. સવારે 11 વાગ્યા સુધીમાં અત્યારસુધી કુલ 4 લાખ 70 હજાર 576 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. 

જિલ્લાના છ તાલુકાઓમાં સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે એક ઓક્ટોબરથી નોંધણી શરૂ કરી છે. સરકાર 1018 રૂપિયા એક મણ લેખે મગફળી ખરીદી કરવાની છે. જિલ્લામાં 50 હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે, ત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં નોંધણી એન્ડ્રો પર રજિસ્ટ્રેશન માટે પહોંચી રહ્યા છે. દર વખતે પડતી અવગડતાંને કારણે આ વર્ષે ગ્રામ પંચાયતોમાં પણ મગફળીની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના તાલુકા મથકના માર્કેટ યાર્ડ ઓફિસ ખાતે પણ સરકાર ઓનલાઇન નોંધણી કરી રહી છે. પણ સુવિધાઓ આપવા છતાં ખડૂતોની મુશ્કેલી ઘટતી નથી. છેલ્લા ત્રણ દિવસમાં 7 હજાર ફોર્મની સામે 4840 જેટલા ખેડૂતો જ ઓનલાઇન નોંધણી કરાવી શક્યા  છે. આજે પણ સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોને ગ્રામ પંચાયત અને તાલુકા મથકે એમ બે સ્થળો પાર ધક્કા ખાવાની ફરજ પડી છે. 

એક ખેડૂત લવજીભાઈએ જણાવ્યું કે, જિલ્લામાં 130 ટકા વરસાદે મગફળીના પાકને ભારે નુકશાન કર્યું છે. હજુ ઉત્પાદન ને થોડો સમય છે ત્યારે મોડાસા ખાતેના માર્કેટ યાર્ડ ખાતે નોંધણી કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે. જ્યાં 150 ફોર્મની સામે માત્ર 57 ફોર્મની જ ઓનલાઇન નોંધણી થઇ શકી છે. અહીં પણ ખેડૂતોને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો છે. અનેક દાખલા, દસ્તાવેજો સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટેકાના માટે ફરતા ખેડૂતને હવે સરકાર વધુ સહાય આપે તેવી માંગ છે.

એક તરફ મગફળીનો પાક સાત વરસાદી પાણીમાં રહી કોહવાઈ જઈ રહ્યો છે, ત્યારે પાક વીમાની પળોજણ વચ્ચે હવે નોંધણી કરાવવા દોડી રહેલ ખેડૂત થાકી રહ્યો છે. ત્યારે સરળતા પૂર્વ પદ્ધતિના્ આધારે કામગીરી કરવામાં આવે તેવી માંગણી છે. 

ઉલ્લેખનીય છે કે, મગફળી ખરીદીમા ગેરરીતિ અટકાવવા આ વખતે રાજ્ય સરકારે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન વખતે ખેડૂતોએ રજુ કરેલા દસ્તાવેજોની તલસ્પર્શી ચકાસણી કરાશે. ગ્રામ સેવકે ફિઝીકલ ડોક્યુમેન્ટની 100% ચકાસણી કરી સહી સિક્કા સાથે પ્રમાણિત કરવાનું રહેશે. વિસ્તરણ અધિકારીએ દરેક ગામના 25% ફિઝીકલ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવાની રહેશે. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર 10% ડોક્યુમેન્ટની ચકાસણી કરશે. આ ચકાસણીમા કોઇ ગેરરીતિ જણાશે તો સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહીની તાકીદ કરાઈ છે. આ સિવાય રાજ્ય સરકારે ફ્લાઇંગ સ્કવોડ જેવી વ્યવસ્થા ગોઠવી છે. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પુરવઠા ઈન્સ્ટ્રક્ટર  સહિતના જિલ્લા કક્ષાના અધિકારીની ટીમ સામેલ રહેશે. નાગરિક પુરવઠા નિગમ પણ ક્રોસ ડીસ્ટ્રીક્ટ ટીમ બનાવશે. આ ટીમ કોઈ પણ જગ્યાએ કોઇ પણ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરશે. શંકા જતા મગફળીનો પાક વધાવ્યો છે કે કેમ એ સ્થળ તપાસ પણ કરશે. આગામી સોમવારથી ચકાસણીની કામગીરી ચાલુ થશે. 1 નવેમ્બર પહેલા દસ્તાવેજોનુ વેરીફિકેશન પૂર્ણ કરવા આદેશ કરાયા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news