ગોંડલ : અભણ દાદીએ ચાલાકીભરી ટ્રીક અપનાવીને 19 દિવસની પૌત્રીને મોત આપ્યું

ગોંડલના મોવિયા રોડ પર રહેતા પટેલ પરિવારની 19 દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. પણ પોસ્ટમોર્ટમમાં તેનું મોત ઝેરી દવાથી થયું હોવાનું ખૂલ્યું હતું. બાળકીની હત્યામાં તેની જ દાદીનું નામ ખૂલતા સમગ્ર ગોંડલમાં હાહાકાર મચ્યો હતો. દાદીએ જ પોતાની પૌત્રીની હત્યા કર્યાનું ખુલતા પોલીસે દાદી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ગોંડલ : અભણ દાદીએ ચાલાકીભરી ટ્રીક અપનાવીને 19 દિવસની પૌત્રીને મોત આપ્યું

ગોંડલ :ગોંડલના મોવિયા રોડ પર રહેતા પટેલ પરિવારની 19 દિવસની બાળકીનું ભેદી સંજોગોમાં મોત થયું હતું. પણ પોસ્ટમોર્ટમમાં તેનું મોત ઝેરી દવાથી થયું હોવાનું ખૂલ્યું હતું. બાળકીની હત્યામાં તેની જ દાદીનું નામ ખૂલતા સમગ્ર ગોંડલમાં હાહાકાર મચ્યો હતો. દાદીએ જ પોતાની પૌત્રીની હત્યા કર્યાનું ખુલતા પોલીસે દાદી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ગોંડલના મોવિયા રોડ પર પશુ દવાખાના સામે જનતા સોસાયટીમાં કેતનભાઈ રણછોડભાઈ રૈયાણીનો પરિવાર રહે છે. કેતન રૈયાણીને 19 દિવસની પુત્રી કિંજલને ઝેરી દવાની અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. કિંજલને કજીયાની આપવામાં આવતી દવાની શીશીમાં મોનોકોટ નામની ઝેરી દવા મિક્સ કરી પીવડાવી દેવામાં આવતા તેનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવેલી વિગતો બાદ ગોંડલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

BalkiHatyaGondal.JPG

આ બનાવમાં 19 દિવસની કિંજલની હત્યા તેની જ દાદી શાંતાબેન રણછોડભાઈ રૈયાણી (ઉ.વ.૬૦)એ કરી હોવાનું ખૂલ્યું હતું. આ બનાવ અંગે શાંતાબેન વિરુદ્ઘા તેના જ પુત્ર કેતન રણછોડભાઈ રૈયાણી (ઉ.વ.૩૫)ની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. 

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કેતનના લગ્ન મહારાષ્ટ્ર્રીયન યુવતી સંગીતા સાથે થયા બાદ તેને સંતાનમાં પ્રથમ પુત્રી ક્રિશાનો જન્મ થયો હતો. બીજી વખત સંગીતા ગર્ભવતી બન્યા બાદ તેમને બીજી પણ પુત્રી જ થઈ હતી. ત્યારે પુત્રની આશાએ બેઠેલા શાંતાબેને કિંજલ ગમતી જ ન હતી. તેથી શાંતાબેને કિંજલને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી

ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં બેટી બચાવોના અભિયાન વચ્ચે પણ ગોંડલમાં બનેલા આ બનાવની વરવી વાસ્તવિકતા ખૂબ જ ફીટકાર વરસાવે તેવી છે. 19 દિવસની બાળકીને તેની જ દાદીએ ઝેરી દવા પીવડાવી હત્યા કરવાના બનાવથી બેટી બચાવો અભિયાન જાણે નિષ્ફળ પુરવાર થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news