કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? ધંધો કરતાં 1.35 કરોડનો અનાજનો જથ્થો સીઝ
પાંડેસરામાં અગ્રવાલ ટ્રેડીંગ કંપનીમાં રહેલો રૂ.1.35 કરોડના અનાજનો જથ્થો સિઝ કર્યો છે. ટ્રેડિંગના માલિકે પુરવઠા વિભાગ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં પુરવઠા વિભાગે સરકારી નિયમોનું ઉલ્લંધન બદલ રૂપિયા 1.35 કરોડનો અનાજનો જથ્થો સીઝ કર્યો છે. પાંડેસરામાં અગ્રવાલ ટ્રેડીંગ કંપનીમાં રહેલો રૂ.1.35 કરોડના અનાજનો જથ્થો સિઝ કર્યો છે. ટ્રેડિંગના માલિકે પુરવઠા વિભાગ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા છે.અનાજનો જથ્થો વેચવા માટેના તમામ પુરાઓ હોવા છતાં પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે.
પુરવઠા વિભાગ દ્વારા પાંડેસરા ન્યુ હરિધામ ખાતે આવેલ અગ્રવાલ ટ્રેડીંગમાં તપાસ કરતા પેઢીનું રજીસ્ટ્રેશન સરકારના ઓનલાઈન પોર્ટલ પર કરાયું ન હતું. વેચાણ ખરીદી માટેનું રજીસ્ટર ન હોવાની સાથે ફાયરનું એનઓસી ન હતું. તેમજ આ જગ્યા એનએ પણ કરવામાં આવી ન હતી. ચોખા, ઘઉં, કઠોળ અને દાળના સ્ટોકમાં ફેરફાર દેખાયો હતો. પુરવડવાની કામગીરી સામે અગ્રવાલ ટ્રેડિંગના માલિકે સવાલો ઊભા કર્યા છે.
પુરવઠા વિભાગના અધિકારીઓ તમામ પુરાવા હોવા છતાં ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે. સરકારની પોર્ટલ ટેકનિકલ સમસ્યા હોવાના કારણે રજીસ્ટ્રેશન નહીં થઈ રહ્યું છે. રજીસ્ટ્રેશન ન થવા બાબતે જિલ્લા સેવાસદનમાં 10 વખત રજૂઆત કરી છે. રજીસ્ટ્રેશન સિવાયના તમામ પુરાવા હોવા છતાં કાર્યવાહી ખોટી રીતે કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે